મેક્સિકો / ખરાબ રસ્તાને રિપેર ન કરતાં ઉશ્કેરાયેલા લોકોએ મેયરને ટ્રક પાછળ બાંધીને ઢસડ્યા

  • મેયર પર ખેડૂતો દ્વારા કરાયેલો આ બીજો હુમલો હતો
  • ચિયાપાસ રાજ્યમાં આવેલા ગામમાં અધિકારીઓને તહેનાત કરી દેવાયા છે

Divyabhaskar.com

Oct 10, 2019, 12:36 PM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃ દક્ષિણ મેક્સિકોમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ચૂંટણી દરમિયાન ખરાબ રસ્તાને રિપેર કરવના આપેલા વચનને પૂરું ન કરતા ઉશ્કેરાયેલા લોકોએ ત્યાંના મેયરને ટ્રક પાછળ બાંધીને ઢસડ્યા હતા. આ કેસમાં 11 લોકોની ઘરપકડ કરાઈ છે. મેયર ઉપર આ બીજો હુમલો હતો. બનાવ પછી ગામમાં સુરક્ષા વધારી દેવાઈ છે.

અપહરણકર્તાઓ અને પોલીસ વચ્ચે મારામારીમાં સ્થાનિક લોકો પણ ઘવાયા

  • મેક્સિકોમાં જ્યારે સ્થાનિક નેતાઓ અને મેયરો ડ્રગ્સ ગેન્ગનો તેમની ગુનાહિત યોજનામાં સહયોગ કરવાનો ઈન્કાર કરી દે છે ત્યારે નેતાઓ અને મેયરોને આ ડ્રગ્સ ગેન્ગનો નિશાન બનવું પડે છે. જો કે, ચૂંટણી વાયદાઓ અંગે તેમની પર સામાન્ય રીતે કોઈ હુમલો કરવામાં આવતો નથી.
  • મેયર કાર્યાલયની બહાર પ્રત્યક્ષદર્શી દ્વારા લેવાયેલા વીડિયોમાં જોવા મળી રહેલા પુરુષોની એક ગેન્ગ તેમને ઈમારતમાંથી ખેંચીને બહાર કાઢી રહી છે અને બળજબરી વાહનની પાછળ નાંખી રહી છે.

  • એક સીસીટીવી ફુટેજમાં જોવા મળી રહેલા ટ્રક પાછળ હાથમાં રસ્સી બાંધીને તેમને સેંતા રીટાના રસ્તાઓ પર ઘસેડાઈ રહ્યા છે. આ રસ્તો લાસ માર્ગારિટાસનો ભાગ છે.
  • નગરપાલિકાના પોલીસ અધિકારી વાહનને રોકવા માટે અને મેયરને બચાવવા ત્યાં પહોંચ્યા હતા. પોલીસ અને મેયરનું અપહરણ કરનારા લોકો વચ્ચે મારામારીમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી