અફઘાનિસ્તાન / ભૂસ્ખલનમાં એક જ પરિવારના 21 લોકોના મોત, 50 ઘરને નુકસાન, છેલ્લા 2 મહિનામાં મૃતકોની સંખ્યા 72 થઈ

અફઘાનિસ્તાનમાં થયેલા ભૂસ્ખલનમાં 7 લોકો ગુમ છે
અફઘાનિસ્તાનમાં થયેલા ભૂસ્ખલનમાં 7 લોકો ગુમ છે

  • આપદા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું આ ઘટનામાં હજુ 7 લોકો ગુમ છે
  • અફઘાનિસ્તાનમાં આ વર્ષે હિમવર્ષા, ભૂસ્ખલન અને પૂરની ઘટનામાં વધારો થયો છે

Divyabhaskar.com

Feb 14, 2020, 06:39 PM IST

કાબુલઃ અફઘાનિસ્તાનના મધ્ય ભાગમાં આવેલા ડેકુંડી પ્રાંતમાં ગુરુવારે થયેલા ભૂસ્ખલનમાં એક જ પરિવારના 21 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 50 ઘરને નુકસાન પહોંચ્યું છે. આપદા બાબતના મંત્રાલયના પ્રવક્તા અહમદે શુક્રવારે કહ્યું હતું કે આ ઘટનામાં હજુ પણ 7 લોકો ગુમ છે, તેેમને શોધવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં 10 લોકોને ઈજા પહોંચી છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે અફઘાનિસ્તાનમાં હિમવર્ષા, ભૂસ્ખલન અને પૂરની ઘટનાઓમાં વધારો થયો છે. ભૂસ્ખલનની ઘટના બાદ છેલ્લા બે મહિનામાં કુદરતી આપદામાં મૃત્યુ પામનારની સંખ્યા વધીને 72 થઈ ગઈ છે. આ ઉપરાંત પૂરની સ્થિતિને લીધે આશરે 2400 લોકોના આવાસ વહી ગયા છે. વર્ષ 1979માં સોવિયેત સંઘના વિઘટન બાદ અફઘાનિસ્તાન આશરે ચાર દાયકાથી યુદ્ધ અને સંઘર્ષનો સામનો કરી રહ્યું છે. ભૂસ્ખલન, પૂર અને હિમવર્ષાને લીધે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થઈ રહ્યું છે.

X
અફઘાનિસ્તાનમાં થયેલા ભૂસ્ખલનમાં 7 લોકો ગુમ છેઅફઘાનિસ્તાનમાં થયેલા ભૂસ્ખલનમાં 7 લોકો ગુમ છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી