દાવો / ઈસ્લામિક સ્ટેટે ગયા વર્ષે ભારતમાં આત્મઘાતી હુમલાની યોજના કરી હતી: અમેરિકા

The Islamic State planned a suicide attack in India last year: America
The Islamic State planned a suicide attack in India last year: America

  • અમેરિકન અધિકારીએ કહ્યું કે, આઈએસના દક્ષિણ એશિયામાં આવેલા ગ્રૂપે ભારતમાં હુમલાની યોજના બનાવી હતી
  • તેમણે કહ્યું કે, આ ગ્રૂપે ન્યૂયોર્કમાં પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે FBIએ તે નિષ્ફળ બનાવ્યો હતો

Divyabhaskar.com

Nov 06, 2019, 02:07 PM IST

વોશિંગ્ટન: આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)એ ગયા વર્ષે ભારતમાં હુમલાની યોજના બનાવી હતી. અમેરિકાના રાષ્ટ્રીય આતંકવાદ નિરોધક કેન્દ્ર (એનસીટીસી)ના ડિરેક્ટર રસેવ ટ્રેવર્સે મંગળવારે સીનેટમાં સંસદીય કમિટીની સામે આ ખુલાસો કર્યો છે. ટ્રેવર્સે જણાવ્યું કે, આઈએસના દક્ષિણ એશિયામાં સક્રિય ગ્રૂપ આઈએસઆઈએસ-કે દ્વારા ગયા વર્ષે ભારતમાં આત્મધાતી હુમલો કરવાની યોજના બનાવી હતી. જોકે તેમની યોજના નિષ્ફળ રહી હતી.

ટ્રેવર્સે ભારતીય મૂળના સીનેટર મેગી હસનના એક સવાલના જવાબમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, હકીકતમાં આઈએસ-કે સહિત આઈએસની દરેક શાખા અને સંગઠન અમેરિકા માટે સૌથી વધારે ચિંતાનો વિષય છે. આઈએસ-કેએ અફઘાનિસ્તાન બહાર પણ હુમલાનો પ્રયત્ન કર્યો હતો. ગયા સપ્તાહે ટ્રેવર્સે કહ્યું હતું કે, વૈશ્વિક રીતે આઈએસની 20થી વધારે શાખાઓ છે. તેમાંથી અમુક તેમના અભિયાન માટે ડ્રોન જેવી ટેક્નોલોજીનો ઉપયોગ પણ કરી રહ્યા છે.

સ્ટોકહોમમાં થઈ ચૂક્યો છે આઈએસ-કેનો હુમલો
મેગીએ સંસદમાં કહ્યું હતું કે, સીરિયા અને ઈરાકમાં આઈએસ વિરુદ્ધ અમેરિકાની જીત છતાં આતંકી સંગઠન દેશ માટે ચિંતાનો વિષય છે. આ વિશે ટ્રેવર્સે કહ્યું હતું કે, આઈએસ-કેએ 2017માં સ્ટોકહોમમાં હુમલો કર્યો હતો. તેમાં 5 લોકોના મોત થયા છે. સંગઠને થોડા વર્ષે પહેલાં ન્યૂયોર્કમાં પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એફબીઆઈએ તેને નિષ્ફળ બનાવ્યો હતો.

9/11ની સરખામણીએ અત્યારે ઘણાં વધારે કટ્ટરપંથી: ટ્રેવર્સ

ટ્રેવર્સે કહ્યું કે, 9/11 હુમલાના 18 વર્ષ પછી પણ અમે હિંસક કટ્ટરવાદીયોનો સામનો કરી રહ્યા છીએ. આઈએસ-કેનું નેટવર્ક ઘણું મોટુ છે. તેમાં હજારો લોકો સામેલ છે અને તે સમગ્ર દુનિયામાં ફેલાયેલા છે. અમને તે લોકોથી જોખમ છે જે ઈરાક અને સીરિયામાંથી બાલેગા છે. 9/11ના સમયની સરખામણીએ અત્યારે કટ્ટરવાદીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ ગયો છે. અલ-કાયદા અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સક્રિય હક્કાની નેટવર્ક અને અન્ટ આતંકી નેટવર્ક સાથે ઘણાં લાંબા સમયથી જોડાયેલા છે. તેઓ મોટા ભાગે અમેરિકન કર્મચારીઓને ટાર્ગેટ કરે છે.

X
The Islamic State planned a suicide attack in India last year: America
The Islamic State planned a suicide attack in India last year: America

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી