અમેરિકા / સગીર સાથે દુષ્કર્મના મામલામાં ભારતીય પર્યટકને જર્મની પ્રત્યાર્પિત કરવામાં આવ્યો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • ભારતીય યુવક કાયદેસર રીતે 6 ઓક્ટોબર સુધી પર્યટક તરીકે અમેરિકા ફરવા ગયો હતો
  • આ વર્ષે 12  જૂનના નિર્વાસન અધિકારીઓએ આરોપીને અમેરિકાના રિચમંડ વિસ્તારથી પકડ્યો હતો

Divyabhaskar.com

Jul 09, 2019, 01:27 PM IST

ન્યૂયોર્ક: અમેરિકામાં એક ભારતીય મૂળના યુવકને જર્મની પ્રત્યાર્પિત કરવામાં આવ્યો છે. તેના પર જર્મનીમાં એક સગીર છોકરી સાથે દુષ્કર્મનો આરોપ છે. યુવકની ઓળખ તલવાર નામના વ્યક્તિ તરીકે થઇ છે. અમેરિકાએ તેના વીઝા રદ્દ કરી દીધા છે. ન્યૂઝ એજન્સીએ મંગળવારના આ જાણકારી આપી.

યુએસ ઇમીગ્રેશન વિભાગે કહ્યું કે આ યુવક કાયદેસર રીતે 6 ઓક્ટોબર સુધી પર્યટક તરીકે અમેરિકા રહેવા માટે આવ્યો હતો. તે જર્મનીમાં એક સગીર સાથે દુષ્કર્મ કરવાનો આરોપી હતો. બાદમાં ખબર પડી કે તે ન્યૂયોર્કમાં રહેતો હતો. ધરપકડના વોરંટ અનુસાર 12 જૂનના તેને રિચમંડ હિલથી પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ તલવારને લૉ એન્ફોર્સમેન્ટ એજન્સી યુ એસ માર્શલ સર્વિસને સોંપી દેવાય હતો. હવે તેને જર્મન લૉ એન્ફોર્સમેન્ટ કસ્ટડી અંતર્ગત ડેપ્યુટી માર્શલ દ્વારા જર્મની પ્રત્યાર્પિત કરી દેવાયો છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી