ભાસ્કર વિશેષ / ધ ડોન્કી કિંગ સૌથી વધુ જોવાયેલી પાકિસ્તાની ફિલ્મ, ગધેડાના રાજા બનવાની કહાની, ઇમરાનની મજાક ઊડાડવાનો આરોપ

ધ ડોન્કી કિંગ ફિલ્મનું પોસ્ટર.
ધ ડોન્કી કિંગ ફિલ્મનું પોસ્ટર.

  • પાક.માં સૌથી વધુ સતત 30 સપ્તાહ ચાલેલી પ્રથમ ફિલ્મ, વિશ્વની 10 ભાષામાં ડબ થઇ
  • તેને એન્ગ્રી બર્ડ્સ-2 અને વન્ડર પાર્ક જેવી ઇન્ટરનેશનલ એનિમેટેડ ફિલ્મો સાથે સરખાવા રહી છે

Divyabhaskar.com

Feb 14, 2020, 11:54 AM IST
ઇસ્લામાબાદ: પાકિસ્તાનની રાજકીય સ્થિતિ પર બનેલી એનિમેટેડ કોમેડી ફિલ્મ ‘ધ ડોન્કી કિંગ’ વિશ્વમાં સૌથી વધુ વખત જોવાયેલી પાકિસ્તાની ફિલ્મ બની ગઇ છે. તે વિશ્વની 10 ભાષામાં ડબ થઇ છે. તે દક્ષિણ કોરિયામાં રિલીઝ થયેલી પ્રથમ પાકિસ્તાની ફિલ્મ પણ છે. ઉપરાંત તૂર્કી, રશિયા, સ્પેન સહિત આશરે 7 દેશોમાં રિલીઝ કરાઇ છે. તાવીઝ સ્ટૂડિયો અને જિયો ફિલ્મ્સ દ્વ્રારા નિર્મિત અને અઝીઝ જિંદાનીએ ડિરેક્ટ કરેલી રાજકીય વ્યંગ દર્શાવતી આ ફિલ્મમાં એક મંગૂ ગધેડાની નસીબજોગે રાજા બનવાની કહાની છે. લોકો તેને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે સરખાવી રહ્યા છે. ઇમરાન અને આ ફિલ્મના ઘણા વીડિયો જોડીને પણ શેર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે તેના પર વડાપ્રધાન ઇમરાન ખાનની મજાક ઊડાડવાનો આરોપ પણ લાગ્યો છે.
ફિલ્મને રિલીઝ પહેલાં જ કાયદાકીય જંગ લડવો પડ્યો હતો
જો કે ફિલ્મના ડાયરેક્ટર અઝીઝ જિંદાની તેને ફગાવી રહ્યા છે. તેઓ જણાવે છે કે તેમને આ ફિલ્મનો વિચાર 2003માં આવ્યો હતો અને 2013માં તેના પર કામ કરવાનું શરૂ કર્યું હતું. ઓક્ટોબર 2018માં રિલીઝ થયેલી આ ફિલ્મ પાકિસ્તાનમાં બહુ હિટ સાબિત થઇ. ત્યાર બાદ હવે તે વિશ્વભરમાં પહોંચી રહી છે અને વૈશ્વિક સ્તરે પણ હિટ થઇ રહી છે. આ ફિલ્મને રિલીઝ પહેલાં જ કાયદાકીય જંગ લડવો પડ્યો હતો. તેના પર રાજાના હોદ્દાનું અપમાન કરવાનો આરોપ પણ લાગ્યો.
ઘણા રેકોર્ડ બનાવી ચૂકી છે ‘ ધ ડોન્કી કિંગ’
ધ ડોન્કી કિંગે ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા. આ પાકિસ્તાનમાં ઓપનિંગ ડે પર સૌથી વધુ 36 લાખ કમાનારી એનિમેશન ફિલ્મ છે. બીજા જ દિવસે તેણે એક કરોડનો આંકડો પાર કરી લીધો. તે અત્યાર સુધી 50 કરોડની કમાણી કરી ચૂકી છે. ફિલ્મ સમીક્ષકોએ તેને પાકિસ્તાનની નંબર વન બ્લોક બસ્ટર ફિલ્મ ગણાવી છે.
X
ધ ડોન્કી કિંગ ફિલ્મનું પોસ્ટર.ધ ડોન્કી કિંગ ફિલ્મનું પોસ્ટર.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી