શ્રીલંકા / યુદ્ધ પ્રભાવિતોના પુનર્વસન માટે 100 ગામડાઓનું નિર્માણ ભારતે શરૂ કર્યું, 120 કરોડનો ખર્ચ થશે

નવા ઘરની એક તસવીર
નવા ઘરની એક તસવીર

  • ભારતની મદદથી પહેલું મોડલ ગામ બનીને તૈયાર, દેશભરમાં 2400 ઘરનું નિર્માણ થશે
  • ભારત શ્રીલંકામાં સ્વાસ્થ્ય, શિક્ષા સહિત કુલ 70 યોજનાઓ પર કામ કરે છે

Divyabhaskar.com

Jul 08, 2019, 11:45 AM IST

કોલમ્બો: ભારત તરફથી શ્રીલંકામાં યુદ્ધ પ્રભાવિત લોકોના પુનર્વસન માટે 100 ગામોના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 1200 કરોડ રૂપિયાના ખર્ચે 2400 ઘર બનાવવામાં આવશે. ભારતની મદદથી પહેલુ મોડલ ગામ બનીને તૈયાર થઇ ગયું છે.

ભારતે 2400 ઘર બનાવવા માટે શ્રીલંકાના આવાસ નિર્માણ અને સંસ્કૃતિ મંત્રાલય સાથે કરાર કર્યો છે. આવાસ નિર્માણ અને સંસ્કૃતિ મંત્રી સજીત પ્રેમદાસ, પૂર્વ રાષ્ટ્રપતિ ચંદ્રિકા ભંડારનાયકે કુમારતુંગા અને ભારતના કાર્યવાહક ઉચ્ચાયુક્ત શિલ્પક અમ્બુલેએ શનિવારે ગામપાહાના રાનીદુગામામાં પહેલા મોડલ ગામનું ઉદ્ઘાટન કર્યું. યુદ્ધથી પ્રભાવિત લોકોને આ ઘર સોંપવામમાં આવશે.

તે સિવાય ભારત શ્રીલંકામાં સ્વાસ્થ્ય, શિક્ષા, આવાસ, કૌશલ્ય વિકાસ, વનનિર્માણ અને વ્યવસાયિક પ્રશિક્ષણ તેમજ માનવ વિકાસ સંબંધિત 70થી વધુ યોજનાઓ પર કામ કરી રહ્યું છે. તેમાંથી 20 યોજનાઓ શરૂ થઇ ચૂકી છે.

X
નવા ઘરની એક તસવીરનવા ઘરની એક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી