નિર્ણય / કેન્દ્રએ 5 વર્ષમાં 14,500 એનજીઓ પર પ્રતિબંધ લગાવ્યો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Divyabhaskar.com

Dec 05, 2019, 03:32 AM IST
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં દેશભરમાં 14500 એનજીઓ પર પ્રતિબંધ લાદી દીધો છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 1808 એનજીઓનું એફસીઆરએ રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે બુધવારે રાજ્યસભામાં કહ્યું કે એફસીઆરએ હેઠળ નોંધાયેલી એનજીઓ પર વિદેશમાંથી નાણાંકીય મદદ લેવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. આ તમામ એનજીઓ નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. 2018-19માં એફસીઆરએ હેઠળ નોંધાયેલી એનજીઓને 2244 કરોડનું દાન મળ્યું હતું. 2017-18માં 16902 કરોડ રૂપિયા મળ્યા હતા.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી