ચીન / હોંગકોંગમાં સરકાર વિરોધી પ્રદર્શન હજુ યથાવત, શહેરના મુખ્યમાર્ગો પર પ્રદર્શનકારીઓનો ચક્કાજામ

Divyabhaskar.com

Jun 12, 2019, 04:23 PM IST

હોંગકોંગમાં નવા પ્રત્યર્પણ કાયદાના વિરોધમાં હજુ સુધી પ્રદર્શન ચાલુ છે. પ્રદર્શનકારીઓએ શહેરના મુખ્ય રસ્તાઓ પર ચક્કાજામ કરી દીધા છે. અને મોટી સંખ્યામાં લોકો ચીનમાં પ્રત્યર્પણની યોજના વિરૂદ્ધ કેમ્પેઇન ચલાવી રહ્યા છે. આ પહેલા 1997માં હોંગકોંગને ચીનને સોંપવા પર સૌથી મોટું પ્રદર્શન થયેલું. જે બાદ આ સૌથી મોટું પ્રદર્શન છે. રવિવારના વિવાદાસ્પદ બિલને લઈને દસ હજાર લોકોએ પ્રોટેસ્ટ કર્યો. આજે વિક્ટોરિયા પાર્કમાં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ સફેદ કપડામાં વિરોધ કર્યો. અને પીળા રંગની છત્રીઓ લઈને આવ્યા, પીળો રંગ 2014ના લોકતંત્રના સમર્થનનું પ્રતિક છે. જે અમ્બ્રેલા રિવોલ્યૂઝન નામથી ઓળખાય છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી