નિવેદન / અમેરિકન અધિકારીએ કહ્યું - ISનો નવો આકા અમારા માટે મહત્વનો નથી, તેને ટૂંક સમયમાં ઠાર મારીશું

અબુ બકર અલ બગદાદી
અબુ બકર અલ બગદાદી

  •  બગદાદીના ઠાર મરાયા બાદ અબુ ઈબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરૈશી આઈએસનો નવો આકા બની ગયો 
  • અમેરિકન અધિકારીએ કહ્યું- સોશયલ મીડિયા પર આઈએસના નવા આકાને કોઈ ઓળખતું નથી 

Divyabhaskar.com

Nov 07, 2019, 11:08 AM IST

વોશિંગ્ટનઃ અમેરિકાના એક અધિકારીએ કહ્યું કે, ઈસ્લામિક સ્ટેટ(IS)ના નવા આકાને દુનિયામાં કોઈ ઓળખતું નથી તેને અમે ટૂંક સમયમાં ઠાર મારીશું. અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, બગદાદી અમારા સહેજ પણ મહત્વનો નથી. ISએ અબુ બકર અલ-બગદાદીના ખાતમા બાદ ગત સપ્તાહે અબુ ઈબ્રાહિમ અલ-હાશમી અલ-કુરૈશીને નવા આકા બનાવ્યા હતા.

અધિકારીએ કહ્યું કે, અમે IS સાથે સંબંધિત મીડિયા એકાઉન્ટ્સ પર નજર રાખી રહ્યા છીએ. તેમની આ દેખરેખથી જાણવા મળ્યું કે, તેમના મોટાભાગના ફોલોવર્સને તેમના નવા આકા વિશેની કોઈ માહિતી નથી. ISના નવાને આકા તેમના સોશયલ મીડિયા પર કોઈ ઓળખતું નથી. અમે તેમના વિશે ઘણું ઓછું ખબર છે, સાથે જ તેની કોઈ ખાસ એવી છાપ પણ નથી.

નવો આકા ઈરાક-સિરીયામાં સંતાયો હશે તો વધારે દિવસો સુધી નહીં બચી શકે
અધિકારીએ કહ્યું કે, જો ઈરાક સીરિયામાં છે, તો અમને નથી લાગતું કે ત્યાં વધારે દિવસો સુધી બચી નહી શકે. જો કે, તેમણે વધારે માહિતી આપવા માટે ઈન્કાર કરી દીધો હતો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે આતંકી સંગઠનના નવા આકા અંગે ટ્વીટ કર્યું હતું કે, અમે જાણીએ છીએ કે તે વાસ્તવમાં કોણ છે.

બગદાદીને 2014માં આઈએસનો નવો આકા બનાવાયો હતો
બગદાદીને 2014માં આઈએસનો આકા બનાવાયો હતો. તેને દુનિયાભરમાં આતંકી હુમલાઓ કરાવ્યા હતા. તે દુનિયાભરમાં મોસ્ટ વોન્ટેડ હતો. આતંકી સંગઠને પણ ગત સપ્તાહે બગદાદીના સીરિયાના ઈદબિલ પ્રાંતમાં અમેરિકી સુરક્ષાબળની કાર્યવાહીમાં ઠાર મરાયો હોવાની પુષ્ટી કરાઈ છે.

X
અબુ બકર અલ બગદાદીઅબુ બકર અલ બગદાદી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી