તમિલોનો તહેવાર થાઈપુસમ / મલેશિયાના ગુફા મંદિરોમાં કાર્તિકેયનો જન્મોત્સવ શરૂ

મલેશિયાના બાતૂ ગુફા મંદિર પરિસરમાં ભગવાન મુરુગનની રથયાત્રા નીકળી હતી.
મલેશિયાના બાતૂ ગુફા મંદિર પરિસરમાં ભગવાન મુરુગનની રથયાત્રા નીકળી હતી.

  • ભારત, શ્રીલંકા, થાઈલેન્ડ, અમેરિકા સહિત 15 દેશોમાં મનાવાય છે 

Divyabhaskar.com

Feb 14, 2020, 05:21 AM IST
કુઆલાલમ્પુર: મલેશિયાના ગોમ્બેક જિલ્લાના બાતૂ ગુફા મંદિરોમાં તમિલ હિન્દુઓનો મોટો પર્વ થાઈપુસમ શરૂ થઈ ગયો છે. તે 10 દિવસ સુધી ચાલશે. થાઈપુસમ મૂળરૂપે દક્ષિણ ભારતનો તહેવાર છે. હવે તે મલેશિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, અમેરિકા, મોરેશિયસ, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા, કેનેડા, ઈન્ડોનેશિયા, મ્યાનમાર સહિત 15 દેશોમાં પણ મનાવાય છે. બાતૂનું મુખ્ય મંદિર ભગવાન શિવ અને દેવી પાર્વતીના મોટા પુત્ર કાર્તિકેય(મુરુગન)ને સમર્પિત છે. ખરેખર થાઈપુસમ કાર્તિકેયનો જન્મોત્સવ છે. પર્વના પહેલા દિવસથી જ બાતૂ ગુફા મંદિરોને રંગીન રોશનથી શણગારાય છે. થાઈપુસમ પર દેશ-વિદેશથી લાખો લોકો ગોમ્બેક પહોંચે છે. આ પર્વ દર વર્ષે તમિલ મહિલાનાથી થાઈ પૂર્ણિમાથી શરૂ થાય છે જે અંગ્રેજી કેલેન્ડર અનુસાર ફેબ્રુઆરીમાં આવે છે. પુસમનો અર્થ એ તારો થાય છે જે તહેવાર દરમિયાન તારામંડળમાં સૌથી ઉપર રહે છે.
પૌરાણિક કથા: કહેવાય છે કે ભગવાન મુરુગને લોકોની રક્ષા માટે રાક્ષસ સોરાપદ્મનને ઊંડી ખીણમાં પહોંચાડી દીધો હતો. ત્યારથી ભક્તો બદીને દૂર કરવા માટે મુરુગનની પ્રાથના કરે છે.
X
મલેશિયાના બાતૂ ગુફા મંદિર પરિસરમાં ભગવાન મુરુગનની રથયાત્રા નીકળી હતી.મલેશિયાના બાતૂ ગુફા મંદિર પરિસરમાં ભગવાન મુરુગનની રથયાત્રા નીકળી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી