તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૈશ્વિક આતંકવાદ અને કાશ્મીરી પંડિતોની વ્યથા અંગે ટોરન્ટોમાં સિમ્પોઝિયમ યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • જાણીતા સામાજિક કાર્યકરો તેમજ તજજ્ઞો દ્વારા ચર્ચા કરવામાં આવશે

ઇન્ટરનેશનલ ડેસ્ક: ઇન્ડો કેનેડીયન કાશ્મીરી ફોરમ દ્વારા 19 જાન્યુઆરીએ ટોરોન્ટોમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વૈશ્વિક આતંકવાદ પર ચર્ચા કરવાનો છે જેના કેન્દ્રમાં કાશ્મીરી પંડિતોની સમસ્યા અંગેનો મુદ્દો રહેશે. કાશ્મીરી પંડિતોને જે રીતે કટ્ટર ઈસ્લામિક આતંકવાદના લીધે પોતાના દેશમાં જ શરણાર્થી તરીકે રહેવું પડે છે તે વાતને કેન્દ્રમાં રાખીને વર્તમાન સમયમાં વૈશ્વિક કક્ષાએ વધી રહેલા આતંકવાદના મુદ્દા અંગે તજજ્ઞો ચર્ચા વિચાર કરશે. આ ઇવેન્ટનું નામ- ‘સિમ્પોઝિયમ ઓન ગ્લોબલ ટેરરિઝમ ઇન લાઇટ ઓફ કશ્મીરી હિન્દુ ફોર્સ્ડ એક્ઝોડસ ઇન 1990’ છે. 

કાર્યક્રમનું બેકગ્રાઉન્ડ
19 જાન્યુઆરી 1990એ કાશ્મીરમાં પંડિતો પર અત્યાચારનો કારમો અધ્યાય લખાયો હતો. લાખોની સંખ્યામાં પંડિતોને કટ્ટર ઈસ્લામિક આતંકવાદનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ તેમના ઘર છોડીને દેશના અલગ અલગ ભાગોમાં શરણ લેવા માટે જતા રહ્યાં હતાં. તેમના પર થયેલા અત્યાચારની આ ઘટનાને 19 જાન્યુઆરીએ 30 વર્ષ થઇ રહ્યા છે ત્યારે તે સંદર્ભે આ સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડો કેનેડિયન કાશ્મીરી ફોરમ સાથે ઇન્ડો કેનેડિયન હાર્મની ફોરમ પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યું છે. 

કોણ આ ઇવેન્ટમાં સામેલ થશે ?

આ કાર્યક્રમમાં નીચે પ્રમાણેની જાણીતી હસ્તિઓ સામેલ થશે અને ચર્ચા કરશે
1. રાજીવ મલ્હોત્રા
રાજીવ મલ્હોત્રા અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય છે. તેઓ એક લેખક અને સફળ બિઝનેસમેન છે. તેમણે વ્યવસાયમાંથી નિવૃત્તિ લઇને ઇન્ફીનીટી ફાઉન્ડેશનની સ્થાપના કરી છે અને અલગ અલગ પ્રોજેક્ટનું ફન્ડિંગ કરે છે. તેઓ ભારતીય સંસ્કૃતિ, ભારતીય દ્રષ્ટિકોણ અને ભારતીય થિન્ક ટેન્ક સહિતના મુદ્દે સક્રિય રહી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરે છે. 
2.તાહિર અસલમ ગોરા
તેઓ કેનેડાના એક લેખક અને પત્રકાર છે. તેઓ બ્રોડકાસ્ટિંગમાં પણ સંકળાયેલા છે. તાહિર પોલિટિકલ ઈસ્લામ અને મુસ્લિમ બ્રધરહુડના ખતરાઓ અંગે અભિયાન ચલાવતા રહે છે અને તેના વિશે વીડિયો શો અને ટોક શો દ્વારા વાતો રજૂ કરતા રહે છે. 
3. ટોમ ક્વીગીન
ટોમ એક ભૂતપૂર્વ ઇન્ટેલિજન્સ ઓફિસર છે જેમણે બોસ્નિયામાં સેવા આપી છે. તેમણે ઇન્ટરનેશનલ વોર ક્રાઇમ્સ ટ્રિબ્યૂનલ, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ અને સિંગાપોરની નાન્યાંગ ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં પણ કામ કર્યું છે. 
4. આચાર્ય ઝેન્ઝી નિઓ
તેઓ એક મોટિવેશનલ સ્પીકર છે જેમણે વિશ્વમાં લાખો લોકોને પ્રોત્સાહિત અને સશક્ત કર્યા છે. તેઓ પશ્વિમી મોટિવેશનલ સ્પીકીંગને બૌદ્ધ ધર્મની આધ્યાત્મિકતા જેમાં સમુરાઇ અને શાઓલીન યોદ્ધાઓને સમાવેશ થાય છે તેને જોડીને રજૂઆત કરે છે. 
5. વિદ્યા ભુષણ ધાર
તેઓ મૂળ કાશ્મીરના રહેવાસી છે જેમણે 19 જાન્યુઆરી 1990ની રાત્રિ જોઇ છે જ્યારે કાશ્મીરી પંડિતો પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. તેઓ એક IT પ્રોફેશનલ, લેખક, ટીવી હોસ્ટ અને સામાજિક કાર્યકર છે. 
6. ડો. જગમોહન સાંઘા
ડો.જગમોહન સાંઘા મેનેજમેન્ટમાં પીએચડી ધરાવે છે અને તે સિવાય કાયદા અને અંગ્રેજીમાં માસ્ટર્સ ડીગ્રી હોલ્ડર છે. 
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો