સફળતા / દેહરાદુનની 21 વર્ષીય ભૂમિકા શર્માએ ઇટલીમાં મિસ વર્લ્ડ બોડીબિલ્ડીંગ ટાઇટલ જીત્યું

ભૂમિકા શર્મા , ફાઇલ
ભૂમિકા શર્મા , ફાઇલ

  • ભૂમિકાના માતા વેઇટ લિફ્ટીંગ કોચ છે. તેમણે દીકરીને આગળ વધવા પ્રેરણા આપી

Divyabhaskar.com

Sep 10, 2019, 05:06 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્ક:દેહરાદુનની 21 વર્ષીય ભૂમિકા શર્માએ ઇટલીમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. ભૂમિકાએ મિસ વર્લ્ડ બોડીબિલ્ડિંગ ટાઇટલ જીત્યું છે. હવે તે મિસ યુનિવર્સની સ્પર્ધામાં ભાગ લેવા જશે. આ જીતથી ભૂમિકા ખૂબ ઉત્સાહિત છે.ભૂમિકાના માતા હંસા મનરાલ શર્મા વેઇટ લિફ્ટીંગ કોચ છે. તેમણે જ ભૂમિકાને આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. આ સ્પર્ધામાં વિશ્વમાંથી 50 સ્પર્ધકો આવ્યા હતા. બોડી પોઝીંગ અને વ્યક્તિગત પોઝીંગની દરેકે કેટેગરીમાં ભૂમિકાએ સૌથી વધારે પોઇન્ટ મેળવ્યા હતા.


ભૂમિકાની સફળતા ભારતની ઘણી છોકરીઓને કંઇક નવું કરવા પ્રેરણા આપશે અને તેઓ વિશ્વ કક્ષાએ જીત માટે પ્રેરિત થશે. અરુંધતિ ભટ્ટાચાર્ય, સાયના નેહવાલ, પ્રિયંકા ચોપરા સહિતની ભારતીય મહિલાઓએ વિશ્વકક્ષાએ કાઠુ કાઢ્યું છે. ત્યારે ભૂમિકાની સફળતા પણ દેશ માટે એક ગૌરવની બાબત છે.

X
ભૂમિકા શર્મા , ફાઇલભૂમિકા શર્મા , ફાઇલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી