ચીનના યાંગ્શી પ્રાંતમાં પૂરથી સાતનાં મોત, 15 લાખ લોકો અસરગ્રસ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં 24 સેમી વરસાદ, 1.4 લાખ લોકોને કેમ્પોમાં ખસેડાયા
  • 1000થી વધુ ઘર ધસ્યાં, પૂરથી 2.2 લાખ હેક્ટર પાકનો નાશ

બેઈજિંગ: ચીનના યાંગ્શી પ્રાંતમાં વાવાઝોડું, કરાવૃષ્ટિ પછી આવેલા પૂરે વિનાશ વેર્યો છે. આ ઘટનાઓથી બે દિવસમાં સાત લોકો મૃત્યુ પામ્યા અને એક ગુમ છે. યાંગ્શી રાજ્યના ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું કે પૂરથી 15 લાખ લોકો અસરગ્રસ્ત થયા. 1.4 લાખ લોકોને સુરક્ષિત કેમ્પોમાં ખસેડાયા હતા. રાજ્યમાં 24 કલાકમાં 24 સેમી વરસાદ થતાં સ્થિતિ બગડી હતી. રાહત અને બચાવ માટે ઈમરજન્સી મેનેજમેન્ટ ઉપરાંત 7 હજાર સૈનિકોને જોડાયા હતા. ચીનના મીડિયા અહેવાલ મુજબ આ પૂરથી લગભગ 2.2 લાખ હેક્ટર પાક નષ્ટ થઇ ગયો. 1000 ઘર કાં તો ધસી પડ્યા કાં નુકસાનગ્રસ્ત થયા હતા. અંદાજ છે કે 3000 કરોડ રૂપિયાના બ્રિજ, માર્ગો પર નષ્ટ થઇ ગયા છે. રિપોર્ટમાં એ પણ જણાવાયું કે પૂર પ્રભાવિત ક્ષેત્રોમાં ફસાયેલા લોકોને કપાસની રજાઈ અને વાંસની ચટાઈ પહોંચાડાઇ રહી છે. હવામાન બ્યૂરોએ રાજ્યમાં 12 જૂન સુધી વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. લોકોને કહ્યું કે પર્વત અને ખાણની પાસે ન જશો કેમ કે ત્યાં ભૂસ્ખલનનું જોખમ છે.