પાકિસ્તાન / વિજ્ઞાનમંત્રી ફવાદે કહ્યું- દરેક આત્મઘાતી હુમલાખોર મદરેસામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી, આ કડવી હકીકત

Pakistan Science Minister Fawad says - Every suicide attacker student studying in madrasa, this is a bitter fact

  • ફવાદે ચંદ્રયાન-2 મિશનની મજાક ઉડાવી હતી, તેના પર પાકિસ્તાનીઓએ તેની નિંદા કરી હતી
  • 2013માં કહ્યું હતું કે પાકિસ્તાન દુનિયાના સૌથી સારા સ્યૂસાઇડ બોમ્બર બનાવે છે

Divyabhaskar.com

Sep 11, 2019, 07:52 PM IST

ઈસ્લામાબાદ: પાકિસ્તાનનો વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ હુસેન એક વાર ફરી તેના વિવાદિત નિવેદનના કારણે યુઝર્સના નિશાના પર આવી ગયો છે. અક ટ્વીટ પર પ્રતિક્રિયામાં ફવાદે કહ્યું કે મદરેસામાં ભણતા દરેક વિદ્યાર્થી આત્મઘાતી હુમલાખોર નથી હોતા. પરંતુ કડવી સચ્ચાઇ એ છે કે દરેક આત્મઘાતી હુમલખોરો મદરેસાના વિદ્યાર્થીઓ હોય છે.

આ પહેલા ફવાદે ભારતના ચંદ્રયાન-2 મિશનની મજાક ઉડાવી હતી. તેણે લખ્યું- આ રમકડું ચંદ્રની જગ્યાએ મુંબઈમાં ઉતરી ગયું હશે. જે કામ ન આવડે તેમાં પંગો ન લેવાય. ચૌધરીના આ નિવેદનની પાકિસ્તાનમાં પણ નિંદા કરવામાં આવી હતી.

ફવાદે દાવો કર્યો હતો- ભારતના દબાવમાં શ્રીલંકાએ પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કર્યો

તાજેતરમાં જ ફવાદે દાવો કર્યો હતો કે શ્રીલંકાના 10 ખેલાડીઓએ પાકિસ્તાન આવવા માટે એટલા માટે ના પાડી કારણ કે ભારતે તેમને આઇપીએલમાં ન રમાડવાની ધમકી આપી હતી. 2013માં ફવાદે એક ટ્વીટમાં કહ્યું હતું કે પાકિસ્તાન દુનિયાના સૌથી સારા સ્યૂસાઇડ બોમ્બર્સ બનાવે છે તેમાં કોઇ શક નથી. તે સમયે સોશિયલ મીડિયામાં યૂઝર્સે ફવાદનો મજાક ઉડાવ્યો હતો.

X
Pakistan Science Minister Fawad says - Every suicide attacker student studying in madrasa, this is a bitter fact
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી