રિપોર્ટ  / સાઉદી પત્રકાર ખાશોગીના છેલ્લા શબ્દો હતા- મારું મોં ન ઢાંકો, મને અસ્થમા છે, શ્વાસ રુંધાઇ જશે

પત્રકાર જમાલ ખાશોગીની ફાઇલ તસવીર
પત્રકાર જમાલ ખાશોગીની ફાઇલ તસવીર

Divyabhaskar.com

Sep 12, 2019, 05:54 AM IST

અંકારા: સાઉદી અરેબિયાના પત્રકાર જમાલ ખાશોગીએ તેમના અંતિમ શબ્દોમાં હત્યારાઓને કહ્યું હતું કે તેઓ તેમનું મોં ન ઢાંકે, કેમ કે ખાશોગી અસ્થમાના પેશન્ટ હતા અને તેમનો શ્વાસ રુંધાઇ શકતો હતો. તૂર્કી સરકારની નિકટના મનાતા ‘સબા’ અખબારે આ સમાચાર છાપ્યા છે. તેમાં ખાશોગીની સાઉદીની હિટ સ્ક્વોડના સભ્યો સાથે થયેલી વાતચીતના એક રેકોર્ડિંગની નવી માહિતી પ્રકાશિત કરાઇ છે, જેઓ ખાશોગીની હત્યા કરવા આવ્યા હતા.

ખાશોગી એવું કહેતા પણ સંભળાયા કે તેમની ફિઆન્સે બહાર તેમની રાહ જોઇ રહી છે
રિપોર્ટ મુજબ, ખાશોગીની હત્યા ગત 2 ઓક્ટોબરે ઇસ્તંબુલમાં સાઉદીના વાણિજ્ય દૂતાવાસમાં કરાઇ હતી અને તેમની વાતચીતનું રેકોર્ડિંગ તૂર્કીની ગુપ્તચર એજન્સી એનઆઇઓએ મેળવ્યું હતું, જે મુજબ સાઉદી ટુકડીના સભ્ય મૈહર મુતરેબે ખાશોગીને જણાવેલું કે ઇન્ટરપોલાના આદેશના કારણે તેમને રિયાધ પરત લઇ જવાના છે. ખાશોગી વિરોધ કરીને કહે છે કે તેમની સામે કોઇ જ કાનૂની કેસ નથી. તેઓ એવું કહેતા પણ સંભળાયા કે તેમની ફિઆન્સે બહાર તેમની રાહ જોઇ રહી છે. ત્યાર બાદ મુતરેબ અને એક અન્ય વ્યક્તિ ખાશોગી પર પોતાના પુત્રને મેસેજ કરવા દબાણ કરે છે. રેકોર્ડિંગમાં સાંભળી શકાય છે કે તેઓ ખાશોગીને કહે છે કે તે પુત્રને મેસેજ કરે કે વાત ન થાય તો તે ચિંતા ન કરે. આ તબક્કે ખાશોગી કહે છે કે, હું કંઇ નહીં લખું. પછી મુતરેબ કહે છે કે અમને સહકાર આપો, જેથી અમે તમારી મદદ કરી શકીએ. સહકાર નહીં આપો તો તમને ખબર જ છે કે છેવટે શું થશે? ખાશોગીના લાપતા થવા અંગે આંતરરાષ્ટ્રીય દબાણ બાદ સાઉદીએ કબૂલ્યું કે ખાશોગી સાથે વિવાદ બાદ ખાશોગીને વાણિજ્ય દૂતાવાસમાં જ મારી નાખ્યા હતા.

યુએન પણ કહી ચૂક્યું છે- હત્યામાં ક્રાઉન પ્રિન્સ સલમાનની ભૂમિકાની તપાસ થવી જોઇએ
‘સબા’ અખબારે ખાશોગીના અંતિમ શબ્દો પણ પ્રકાશિત કર્યા. તેને કથિતપણે નશો કરાવાયો અને તે બેભાન થયો એ પહેલાં એમ કહેતો સંભળાયો હતો કે, મારું મોં ન ઢાંકશો, મને અસ્થમા છે. આવું ન કરો, મારો શ્વાસ રુંધાઇ જશે. ખાશોગીની હત્યા અંગેના યુએનના રિપોર્ટમાં પણ આ જ માહિતી છે. જૂનમાં જારી આ રિપોર્ટમાં જણાવાયું છે કે સાઉદીએ હત્યાની જવાબદારી લેવી જોઇએ અને હત્યામાં ક્રાઉન પ્રિન્સની સંભવિત ભૂમિકાની તપાસ થવી જોઇએ.

X
પત્રકાર જમાલ ખાશોગીની ફાઇલ તસવીરપત્રકાર જમાલ ખાશોગીની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી