તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યટકો માટે ટૂરિસ્ટ વિઝા આપશે, તેલની આવક પર નિર્ભરતા ઓછી કરવાનો નિર્ણય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઉન પ્રિન્સ સલમાનના વિઝન-2030 હેઠળ સાઉદીમાં કડક નિયમોમાં ફેરફાર કરાઈ રહ્યા છે
  • પહેલા ફક્ત વિદેશથી આવતા મજૂરો, તેમના પરિવારજનો અને મુસ્લિમ તીર્થયાત્રીઓને જ વિઝા મળતા હતા

રિયાદઃ સાઉદી અરબ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ટૂરિસ્ટ વિઝા આપવાનું શરૂ કરશે. સાઉદી શાસને શુક્રવારે વિશ્વ પર્યટન દિવસે આ અંગેની જાહેરાત કરશે. જો કે, સાઉદી અરબ હવે પોતાની અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે તેલ પર નિર્ભરતા ઓછી કરવા માંગે છે. એવામાં તેમનું શાસન પર્યટનને આવકનો નવો સ્ત્રોત બનાવવા માંગે છે. 

સાઉદીમાં યુનેસ્કોની 5 વર્લ્ડ હેરિટેઝ સાઈટ 
આ પહેલા સાઉદીમાં ફક્ત વિદેશથી નોકરી માટે આવતા મજૂરો, તેમના પરિવારજનો અને મક્કા-મદીના જવા માટે મુસ્લિમ તીર્થયાત્રિઓ માટે જ વિઝા આપવામાં આવતા હતા. સાઉદીના પર્યટન મંત્રી અહમદ અલ-ખતીબે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, અમારી પાસે જે કંઈ પણ પર્યટકોને બતાવવ માટે છે, તેને જોઈને તેઓ ચોંકી જશે. અમારી પાસે યુનેસ્કોની પાંચ વર્લ્ડ હેરિટેઝ સાઈટ્સ, અદભૂત સ્થાનિક સંસ્ક-તિ અને કુદરતી સંસાધનો છે. 

વિદેશી મહિલાઓ માટે પહેરવેશના નિયમોમાં છૂટ 
બ્લૂમબર્ગ સાથે વાતચીતમાં ખતીબે જણાવ્યું કે, સાઉદી 49 દેશોના નાગરિકો માટે ઓનલાઈન ટૂરિસ્ટ વિઝાની અરજી શરૂ કરશે. જેમાં વિદેશી નાગરિકો માટે નિયમોમાં છૂટછાટ આપવામાં આવશે. વિદેશી મહિલાઓ માટે ચુસ્ત નિયમો વાળા ડ્રેસ કોડ છૂટ અપાશે. જેનાથી તે ‘અબાયા’(ચહેરો ઢાંકવાનું કપડું) પહેર્યા વગર પણ બહાર જઈ શકશે. પરંતુ તેમણે યોગ્ય કપડાં જ પહેરવા પડશે. 

સાઉદીમાં કડક નિયમોમાં છૂટ અપાશે 
સાઉદી અરબે તાજેતરમાં જ મહિલાઓને પુરુષ વિના માતા-પિતાની મંજૂરીથી વિદેશ યાત્રા પર જઈ શકાય તેવા કાયદાને મંજૂરી મળી હતી. મહિલાઓને પોતાની ઈચ્છાથી લગ્ન કરવામાં છૂટ આપવામાં આવી હતી. 
 

અન્ય સમાચારો પણ છે...