તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડેલાએ કહ્યું- ભારતમાં જે થઈ રહ્યું છે તે દુખદ, જો કોઈ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ ઈન્ફોસિસના CEO બને તો મને ખુશી થશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સત્યા નડેલાએ કહ્યું- દરેક દેશને તેમની સરહદ નક્કી કરવાનો, સુરક્ષા અને ઈમિગ્રેશન નીતિઓ નક્કી કરવાનો હક છે
 • ‘મારી આશા એવા ભારતની છે, જ્યાં કોઈ ઇમિગ્રન્ટ તેનું સ્ટાર્ટઅપ ખોલે અને ભારતીય સમાજને ફાયદો પહોંચાડે’

વોશિંગ્ટનઃ અમેરિકાની ટેક જોઈન્ટ કંપની માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ નાગકિતા સંશોધન કાયદા અંગે પોતાનું મંતવ્ય રજુ કર્યું છે. તેમણે કાયદા અંગે દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો ખોટા અને દુખદ ગણાવ્યા હતા. વેબસાઈટ બજફીડના એડિટર બેન સ્મિથે સોમવારે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. 
સ્મિથે જણાવ્યું કે, જ્યારે તેમણે નડેલાને CAA અંગે સવાલ પુછ્યો તો જવાબમાં કહ્યું કે,‘મને લાગે છે કે ભારતમાં આ અંગે જે પણ થઈ રહ્યું છે, તે એકદમ ખોટું છે, મને ખુશી થશે જો કોઈ ઇમિગ્રન્ટ બાંગ્લાદેશી ભારતમાં આવીને અહીંયા મોટી કંપની ખોલે અથવા તો ઈન્ફોસિસ જેવી કંપનીનો નવો CEO બને.’

સ્મિથે વધુ એક ટ્વીટમાં કહ્યું કે, ‘નડેલાએ પોતાનો મત મૈનહૈટનમાં માઈક્રોસોફ્ટના કાર્યક્રમમાં એડિટર્સ સાથે વાતચીત કરતી વખતે આપ્યો હતો. નડેલા અમેરિકામાં ભારતીય મૂળના બે ટેક લીડર્સમાંથી એક છે. આ ઉપરાંત ભારતના જ સુંદર પિચાઈ ગૂગલને હેડ કરી રહ્યા છે’

નડેલા મૂળરૂપે હૈદરાબાદથી છે
 સત્યા નડેલા મૂળરીતે ભારતના હૈદરાબાદ શહેરથી છે. તેમણે સ્મિથ સાથે તેમની બહુસાંસ્કૃતિક મૂળ અંગે પણ વાત કરી હતી. નડેલાએ કહ્યું કે, ‘મને એ જગ્યા પર ગર્વ છે, જ્યાંછી મને મારી સંસ્કૃતિની વારસો મળ્યો છે. હું હૈદરાબાદમાં મોટો થયો. મને હંમેશા લાગતું હતું કે આ જગ્યા ઉછેર માટેની સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. અમે ઈદની ઉજવણી કરતા હતા, ક્રિસમસ ઉજવતા હતા અને દિવાળી પણ- આ ત્રણેય તહેવાર અમારા માટે મોટા તહેવાર છે’

માઈક્રોસોફ્ટે નડેલાનું નિવેદન જાહેર કર્યુ
નડેલાના ઈન્ટરવ્યૂ બાદ માઈક્રોસોફ્ટ ઈન્ડિયાએ આ અંગે એક નિવેદન પણ જાહેર કર્યું હતું. જેમાં નડેલાએ લખ્યું,‘હું મારા ભારતીય વરસા સાથે મોટો થયો છું. મારી આશા એક એવું ભારત બનાવવાની છે, જ્યાં બિનપ્રવાસી પણ એક સમૃદ્ધ સ્ટાર્ટઅપ ખોલે અથવા કોઈ મલ્ટીનેશનલ કંપનીને આગળ લઈ જવાનું સપનું જોઈ શકે, જેનાથી ભારતીય સમાજ અને અર્થવ્યવસ્થાને ફાયદો થાય’

રામચંદ્ર ગુહાએ પ્રશંસા કરી 
CAAના ટીકાકારઓમાંથી એક ભારતીય ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ નાગરિકતા કાયદા અંગે બોલવા માટે સત્ય નડેલાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ‘મને ખુશી છે કે સત્યાને જે કહેવું હતું તે એમણે કહ્યું,’ગુહાની ગત સપ્તાહે CAA અંગે વિરોધ પ્રદર્શન દરમિયાન બેંગલુરુમાં પોલીસે અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો