આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ / ઇન્ડોનેશિયામાં સરકારી બાબુની જગ્યા રોબોટ લેશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • ઇન્ડોનેશિયા સરકારી કામકાજમાં જ એઆઈનો સત્તાવાર ઉપયોગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનશે
  • જાન્યુઆરી 2020થી આ નિર્ણય લાગુ થશે
  • રોબોટનું નામ આલિયા રખવામાં આવ્યું

Divyabhaskar.com

Dec 03, 2019, 01:13 AM IST
જાકાર્તા: ઇન્ડોનેશિયામાં આગામી વર્ષથી સરકારી અધિકારીઓની જગ્યાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના રોબોટ કામ કરતા દેખાશે. રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ સોમવારે કેબિનેટની બેઠક બાદ કહ્યું કે આર્થિક સ્થિતિ સુધારવા માટે તેમના સચિવાલય અને પર્સોનલ મંત્રાલયમાં અધિકારીઓના ચારમાંથી બે પદ રદ કરી તેમની જગ્યાએ AIનો ઉપયોગ કરવામાં આવશે. જાન્યુઆરી 2020થી આ નિર્ણય લાગુ થશે.
હવે સમય આવી ગયો છે પરિવર્તનનો
રાષ્ટ્રપતિ વિડોડોનું કહેવું છે કે આ નિર્ણયથી નોકરશાહી ચુસ્ત થશે. અને વિદેશી રોકાણ વધશે. આ પ્રસ્તાવ આ મહિને જ સંસદમાં રજૂ કરી દેવાશે. પ્રસ્તાવ અમલમાં મૂકાતા જ ઇન્ડોનેશિયા સરકારી કામકાજમાં જ એઆઈનો સત્તાવાર ઉપયોગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે. જો કે આ પ્રસ્તાવનો વિરોધ પણ થઈ રહ્યો છે. વિડોડોએ રવિવારે ઘણી કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરી હતી. દરમિયાન તેમણે પોતાના પાંચ વર્ષના બીજા કાર્યકાળના એજન્ડાને સ્પષ્ટ કરતા કહ્યું કે ‘હવે સમય આવી ગયો છે પરિવર્તનનો. અમારું સૌથી મોટું લક્ષ્ય દક્ષિણ પૂર્વ એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાના પ્રાકૃતિક સંશાધનો પર નિર્ભરતા ઓછી કરવા અને તેનું સ્વરૂપ બદલવાનો છે.
લાલ ફિતાશાહીને ઓછી કરી વેપારનો માહોલ સુધારવાની કોશિશ
આપણે ઇલેક્ટ્રિક વાહનો જેમ કે અધ્યતન ટેકનોલોજી તરફ વધવું જોઈએ. આવા પ્રકારના પરિવર્તન માટે આપણને વિદેશી રોકાણની જરૂર પડશે. એવી સ્થિતિમાં મેં ડઝન જેટલા બિનજરૂરી નિયમોને ઠીક કરી અને લાલ ફિતાશાહીને ઓછી કરી વેપારનો માહોલ સુધારવાની કોશિશ કરી છે અને હું કોઈપણ સંજોગોમાં તે પૂરું કરીશ. બીજીબાજુ વિપક્ષના નેતા પૂર્વ જનરલ પ્રાબોવો સુબિયાન્તોએ કહ્યું કે નોકરીઓ ઓછી કરવાને બદલે સરકારે રોજગાર સર્જવાની યોજના પર કામ કરવું જોઈએ. આ પ્રસ્તાવ આર્થિક સુધારા માટે એક પડકાર બની જશે.
રોબોટ કામકાજ માટે સંપૂર્ણપણે તૈયાર, નામ આલિયા રખાયું
ઇન્ડોનેશિયામાં સરકારી કામકાજમાં AIના ઉપયોગની તૈયારી પાંચ વર્ષથી ચાલી રહી છે. તેના માટે આલિયા નામનો રોબોટ બનાવાયો છે. તેમાં ચાર શ્રેણીઓના કામકાજનું પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું છે. ઇન્ડોનેશિયાના રિસર્ચ ડેવલપમેન્ટ મામલાના મંત્રીએ કહ્યું કે અમે ઘણા સ્ટાર્ટઅપ તૈયાર કર્યા છે જે જાપાન, ભારત જેવા દેશોની સાથે મળી કરી રહ્યાં છે.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી