અમેરિકા / રિપબ્લિકન પાર્ટીની તપાસમાં પણ ખુલાસો- 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાએ ટ્રમ્પની મદદ કરી હતી

Now Open to Republican Party Investigation - Russia Helps Trump in the 2016 Presidential Election

  • સેનિટ ઈન્ટેલિજન્સ કમેટીના રિપોર્ટ મુજબ- રશિયાની ઈન્ટરનેટ રિસર્ચ એજન્સીએ ટ્રમ્પ માટે સોશિયલ મીડિયા કેમ્પેન ચલાવ્યું અને હિલેરીને નુકસાન પહોંચાડ્યું
  • મંગળવારે સેનિટમાં રિપબ્લિકન પાર્ટીનો રિપોર્ટ મૂકવામાં આવ્યો, ડોનાલ્ડ ટ્રમ્પ પણ રિપબ્લિકન છે
  • આ વર્ષે આવેલા સ્પેશિયલ કાઉન્સિલ રોબર્ટ મુલરના રિપોર્ટમાં 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાની દખલગીરીની વાત કહેવામાં આવી હતી

Divyabhaskar.com

Oct 09, 2019, 11:45 AM IST

વોશિંગ્ટનઃ રિપબ્કિન પાર્ટીની એક તપાસમાં કહેવામાં આવ્યું છે કે 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પની મદદ કરી હતી. આ રિપોર્ટ સેનિટમાં મંગળવારે રજૂ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ પોતે રિપબ્લિકન પાર્ટીમાંથી છે. આ પહેલા વ્હાઈટ હાઉસે દાવો કર્યો હતો કે ચૂંટણીમાં ટ્રમ્પને રશિયામાંથી કોઈ પણ પ્રકારની મદદ મળી નથી.

સેનિટ ઈન્ટેલિજન્સ કમિટીના 2016ના ઈલેકશન રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેન્ટ પીટર્સબર્ગ(રશિયા) સ્થિત ઈન્ટરનેટ રિસર્ચ એજન્સી(આઈઆરએ)એ સોશિયલ મીડિયા પર કેમ્પેન ચલાવ્યું. આ કેમ્પેન એ વ્યક્તિ માટે ચલાવવામાં આવ્યું, જે રશિયાની પસંદગીનો ઉમેદવાર હતો. આ અભિયાન દ્વારા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને નુકસાન પહોંચાડવામાં આવ્યું, કારણ કે જીતની શકયતા હતી. ક્રેમલિન(રશિયાના રાષ્ટ્રપતિના આવાસ અને કાર્યાલય)ના આદેશ પર રશિયાની એજન્સીએ ટ્રમ્પ માટે સમર્થન એકત્રિત કર્યું. રિપોર્ટ મુજબ- IRAએ 2016ની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર રહેલા ટ્રમ્પને પોતાની સોશિયલ મીડિયા એક્ટિવિટી દ્વારા ભારે સમર્થન અપાવ્યું હતું.

રિપબ્લિકન સેનિટરની આગેવાનીમાં તપાસ

રિપબ્લિકન સેનિટર રિચાર્ડ બરની આગેવાનીમાં આ મામલાની તપાસ થઈ. ટ્રમ્પ સતત એ વાત કહે છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાએ દખલગીરી કરી છે, એ પ્રકારના જે ન્યુઝ છે તે ફેક છે. ટ્રમ્પ અને તેમના સાથે રિપબ્લિકન્સ એક પ્રમાણિત થિયેરી લઈને આવ્યા. તેમાં કહેવામાં આવ્યું કે ડેમોક્રેટ્સે યુક્રેનની સાથે મળીને 2016ની ચૂંટણીમાં ટ્રમ્પને પ્રભાવિત કરવાનો પ્લાન બનાવ્યો હતો.

ટ્રમ્પ 2020ની ચૂંટણીને પણ પ્રભાવિત કરી શકે છે

સેનિટ ઈન્ટેલિજન્સી કમિટીના રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે 2020ની ચૂંટણીમાં પણ રશિયાની દખલગીરી થઈ શકે છે. જોકે એજન્સીઓએ સાવધાન રહેવાની જરૂરિયાત છે.

ટ્રમ્પની વિરુદ્ધ અગાઉ પણ રિપોર્ટ આવ્યો હતો

આ વર્ષે 448 પેજના રિપોર્ટમાં 74 વર્ષીય સ્પેશિયલ કાઉન્સિલ રોબર્ટ મુલરે કહ્યું હતું- રશિયાના સેનાના અધિકારીએ ડેમોક્રેટ ઉમેદવર હિલેરે ક્લિન્ટનની ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશ કરી હતી. 18 એપ્રિલના રોજ આ રિપોર્ટ કાયદા મંત્રાલયને સોંપવામાં આવ્યો હતો. જોકે રિપોર્ટના અંતમાં તેમણે લખ્યું કે રશિયાની દખલના મામલામાં પુરતા સબુતો મળી શકયા નથી. રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે ટ્રમ્પે રશિયાની દખલની તપાસને નિયંત્રિત કરવાની કોશિશ કરી હતી. તેમણે મુલરને તપાસમાંથી હટાવવાની પણ કોશિશ કરી હતી. મુલર ન્યાય વિભાગમાં હતા.

ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગ

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નેંસ પેલોસીએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ પર મહાભિયોગ તપાસ બેસાડવાની વાત કહી હતી. ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડાઈમર જેલેંસ્કી પર ડેમોક્રેટ નેતા જો બિડન અને તેમના પુત્ર હંટરની વિરુદ્ધ ભષ્ટ્રાચારના મામલાની તપાસ કરવા માટે દબાણ કર્યું હતું. એક વ્હિસલબ્લોઅરે આ મામલામાં ફરિયાદ નોંધાવી હતી. જોકે ટ્રમ્પે કહી ચૂક્યા છે કે જેલેંસ્કીની સાથે ફોન કોલમાં થયેલી વાતચીતની માહિતી આપવા તે તૈયાર છે.

X
Now Open to Republican Party Investigation - Russia Helps Trump in the 2016 Presidential Election
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી