યૂકે / કાશ્મીરી પંડિતોને યાદ કરીને બ્રિટિશ સાંસદે કહ્યું- લેબર પાર્ટી ભારત વિરોધી બની ગઇ છે

  • લેબર પાર્ટીએ યુએન રેઝોલ્યુશનની વકાલત કરી તો સાંસદ બોબ બ્લેકમેને જવાબ આપ્યો
  • ભારતે જે નિર્ણય લીધો તે તેમનો આંતરિક મુદ્દો છે, આ નિર્ણયનું સ્વાગત થવું જોઇએ-બ્લેકમેન
  • લેબર પાર્ટી હિન્દુ વિરોધી થઇ ગઇ છે, કાશ્મીરના પંડિતો વિશે તે ભૂલી ગયા છે- બ્લેકમેન
  •  

Divyabhaskar.com

Aug 14, 2019, 04:06 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્ક:ઇંગ્લેન્ડના રાજકારણીઓ અત્યારે કાશ્મીર મુદ્દે ટ્વિટર પર બાખડી રહ્યા છે ત્યારે કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદે કહ્યું છે કે કાશ્મીર મુદ્દે ભારતે જે બંધારણીય નિર્ણય લીધો છે તે તેમનો આંતરિક વિષય છે. સાંસદ બોબ બ્લેકમેને ભારતને સપોર્ટ કરતો એક પત્ર ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરીસ જોનસ્નને લખ્યો છે. તેમાં તેમણે કહ્યું, ''એક સર્વમાન્ય વર્ષોથી ચાલતી આપણી પ્રથા છે કે કોઇ ત્રીજા દેશના આંતરિક મામલાઓમાં આપણે દખલ નહીં કરીએ અને એ પણ ખાસ કરીને લાંબા સમયથી મિત્ર એવા ભારત દેશના મામલામાં.'' બોરીસ જોન્સન પણ કન્ઝર્વેટિવ પાર્ટીથી જોડાયેલા છે.

ઇંગ્લેન્ડના સાંસદો વચ્ચે કાશ્મીર મુદ્દે વાદ વિવાદ ચાલુ છે. વિરોધી પક્ષના નેતા જેરેમી કોર્બીને રવિવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે કાશ્મીરની પરિસ્થિતિ ચિંતાજનક છે. આર્ટિકલ 370 મુદ્દે યુએન રેઝોલ્યુશન લાગુ કરવાની વકાલત તેમણે કરી હતી. કોર્બીનના આ ટ્વિટના જવાબમાં લેબર પાર્ટીના અન્ય એક સાંસદે આ ગેરકાયદે એક્શન મુદ્દે તેમને પગલા ભરવા જણાવ્યું હતું.

લેબર પાર્ટીના ઉત્તેજક નિવેદનોના જવાબમાં બ્લેકમેને પત્ર લખીને જણાવ્યું, ''એ ખૂબ આશ્વર્યજનક છે કે ભારત દ્વારા દરેક નાગરિકના અધિકારો સમાન કરવાના પ્રયાસનો લેબર પાર્ટીના સાંસદો વિરોધ કરી રહ્યા છે. આ પ્રકારના નિર્ણયનો(ભારતનો નિર્ણય) લોકતંત્રમા સ્વાગત થવું જોઇએ.''

બ્લેકમેને તેમના પત્રમાં એ પણ નોંધ્યું કે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્ટીકલ 370 અને 35એ અંગે નિર્ણય લેવા માટે અધિકૃત છે.

''લેબર પાર્ટીના સાંસદોને એ વાતનું આશ્વર્ય ન થવું જોઇએ જ્યારે ચૂંટાયેલી સરકાર તેમના વાયદા પૂરા કરે. આ નિર્ણયથી તેઓ તે વિસ્તારમાં સમૃદ્ધિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુરક્ષા સુદ્ઢ કરી તેઓ કાશ્મીરમાં રોકાણકારોને પ્રોત્સાહન આપી રહ્યા છે. વર્ષોથી યુકેની સરકારોનું સ્ટેન્ડ રહ્યું છે કે કાશ્મીરને લગતો મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. ભારતની હંમેશાથી પરંપરા રહી છે કે તે દરેક ધર્મ અને માન્યતાઓનુ સન્માન કરે છે. ''


ભારત વિરુદ્ધ ઝેર ઓકતી પ્રતિક્રિયાઓ સામે બ્લેકમેન્ કહ્યું, ''હિન્દુ વસાહત જેવી વાતો કરીને તે લોકો ઉશ્કેરણીજનક નિવેદનો કરી રહ્યા છે. એ વાત એ ભૂલી ગયા છે જ્યારે આ વિસ્તારમાંથી પોતાના ઘર છોડીને કાશ્મીરી પંડિતોને બળપૂર્વક ભગાડવામાં આવ્યા હતાં. આ પગલું વંશીય નિર્મૂલનના સુધારાના ભાગરૂપે છે. ''


''એ સ્પષ્ટ થઇ ગયું છે કે લેબર પાર્ટી ભારત વિરોધી, હિન્દુ વિરોધી પાર્ટી બની ગઇ છે જેને વિશ્વના સૌથી મોટા લોકતંત્ર સાથે મિત્રતા રાખવામાં કોઇ રસ નથી. તેના વિરુદ્ધ તે ત્યાના રાજકારણને અહીં લાવીને પોતાના કટ્ટર અને સંકુચિત હિત સાધાવાનો પ્રયાસ કરી રહી છે. ''

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી