નવી દિલ્હી / ભારત આવેલા ઈરાની વિદેશ મંત્રી બોલ્યા- જનરલ સુલેમાનીને મારવો તે અમેરિકાનો ઘમંડ દર્શાવે છે, તેમના મોત પર ભારતના 430 શહેરોમાં દેખાવો થયા

રાયસીના ડાયલોગમાં  ઈરાનના વિદેશ મંત્રી જવાદ જરીફ(ડાબે).
રાયસીના ડાયલોગમાં ઈરાનના વિદેશ મંત્રી જવાદ જરીફ(ડાબે).

  • રાયસીના ડાયલોગમાં ઈરાનના વિદેશ મંત્રી જરીફે કહ્યું- ટ્રમ્પ અને IS સુલેમાનીના મોતનો જલસો મનાવી રહ્યાં છે
  • આ પહેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું- આપણે જૂની રીતથી ટેવાયેલા હતા, હવે તેને તોડવાની કોશિશ ચાલુ
  • રાયસીના ડાયલોગનું આ 5મું વર્ષ, આ વખતે 17 દેશોના મંત્રી અને આંતરરાષ્ટ્રીય નીતિના જાણકાર કોન્ફોન્સમાં પહોંચ્યા.  

Divyabhaskar.com

Jan 15, 2020, 04:03 PM IST

નવી દિલ્હીઃ ઈરાનના વિદેશ મંત્રી જવાદ જરીફ બુધવારે દિલ્હીમાં રાયસીના ડાયલોગમાં સામેલ થયા. તેમણે કહ્યું જનરલ કાસિમ સુલેમાનીને મારવો તે અમેરિકાનો ઘમંડ અને મૂર્ખાઈ દર્શાવે છે. તેમના મોતના પગલે 4 દેશોના લોકો રસ્તા પર આવી ગયા હતા. આ સિવાય ભારતમાં પણ 430 શહેરોમાં પ્રદર્શન થયું. આ કારણે અમેરિકાએ હવે ક્ષેત્રમાં તેની રણનીતી બદલવાની જરૂર છે.

આ પહેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું મને લાગે છે કે આવનારા સમયમાં ભારતની ભૂમિકા એક સ્થિરતા ફેલાવનારી તાકાત તરીકે હશે. ભારત આતંક સામે સખ્ત લડત ચલાવી રહ્યું છે. જોકે ઘણા મામલાઓમાં હજુ પણ આપણે જૂની રીતે વિચારી રહ્યાં છે. હવે આપણે દૂરથી ઉભા રહીને જોવાની જગ્યાએ નિર્ણય લેનાર તાકાત બનવું પડશે.

અમેરિકા અમારા ક્ષેત્રને પોતાની નજરથી જોઈ રહ્યું છે, તે તેની ભૂલઃ જરીફ

જરીફે કહ્યું છેલ્લા થોડા સપ્તાહમાં જે પણ થયું તે દુ:ખદ છે. અમેરિકા પશ્ચિમ એશિયાને માત્ર પોતાની દ્રષ્ટિથી જોવે છે, તે આ ક્ષેત્રમાં રહેનાર લોકોની દ્રષ્ટિથી જોતું નથી. જનરલ સુલેમાની માટે ઈરાનના રસ્તાઓ પર 90 લાખ લોકો દેખાવો કરવા ઉતર્યા હતા. કોઈ પણ સરકારે ક્યારેય આટલા બધા લોકોને એક સાથે રસ્તાઓ પર દેખાવો માટે ન લાવી શકે. આ સિવાય ઈરાક અને રશિયામાં પણ તેમની યાદમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા. આ કારણે અમેરિકાએ ક્ષેત્ર વિશે યોગ્ય રીતે વિચારવાની જરૂરિયાત છે. તે મોટી ભૂલ કરી રહ્યું છે.

હાલ સુલેમાનીના મોતનો જલસો કોણ મનાવી રહ્યું છે ? રાષ્ટ્રપતિ ટ્રમ્પ, પોમ્પિયો અને આઈએસ આતંકી. એ પણ સ્પષ્ટ છે કે કોણ-કોણ સાથે છે. અમેરિકા હવે તાલિબાનની સાથે સમજાવટ કરી રહ્યું છે, જેથી પોતે અફઘાનિસ્તાનથી બહાર નીકળી શકે. તેણે ઈરાકની સાથે જે પણ કર્યું, તે પોતાની મરજીથી કર્યું, જોકે ઈરાકનો ઉપયોગ કરીને ઈરાકના જ અધિકારિક મેહમાન પર હુમલો કરવો તે એક ભડકાવનારું પગલું હતું, આ કારણે ઈરાને આત્મરક્ષામાં હુમલો કર્યો.

અમેરિકા પોતે આતંરાષ્ટ્રીય નિયમ તોડે છે

અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે જનરલ સુલેમાની અમેરિકાની એમ્બેસી પર હુમલો કરવાનું કાવતરું બનાવી રહ્યાં હતા, જોકે હવે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે તે આવા કોઈ ષડયંત્રમાં સામેલ ન હતા. અમેરિકા આંતરરાષ્ટ્રીય નિયમોની વાત એટલા માટે કરે છે કે, તે આ નિયમોને તોડી શકે. ટ્રમ્પ કહી ચૂક્યા છે કે તેઓ આંતરરાષ્ટ્રીય નિયમોને માનતા નથી. તેમના વિદેશ મંત્રી પોમ્પિયો કહે છે કે જો ઈરાન એમ ઈચ્છે છે કે તેમના લોકોને ખાવાનું મળે, તો તેમણે અમેરિકાનું સંભળવું પડશે. આ એક યુદ્ધ અપરાધ જેવું છે.

અમને ISની વિરુદ્ધ નવા ગઠબંધનની જરૂરિયાત છે. અમને એ વાતનો પણ ખ્યાલ હતો કે IS કયાં હતું, હવે અમને એ વાતનો પણ ખ્યાલ છે કે અમેરિકા કયાં છે. અમે માત્ર રાજકારણમાં ભરોસો કરીએ છે. અમેરિકા સાથે સમજાવટ કરવાની અમારી રુચી નથી. તેણે પરમાણુ ડિલના પોતાના વાયદા પણ નિભાવ્યા નથી. અમારી અમેરિકાની સાથે ડીલ હતી, જોકે તેમણે ડીલને તોડી નાંખી. હવે જો અમે ટ્રમ્પ સાથે સોદો કરીએ છે તો એ વાતનો બધાને ખ્યાલ છે કે તે કેટલો લાંબો ચાલશે.

X
રાયસીના ડાયલોગમાં  ઈરાનના વિદેશ મંત્રી જવાદ જરીફ(ડાબે).રાયસીના ડાયલોગમાં ઈરાનના વિદેશ મંત્રી જવાદ જરીફ(ડાબે).
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી