રશિયા / ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ વાળા જહાજને આર્કટિક લઇ જશે પુતિન, પર્યવારણવિદો એ 'તરતો વિનાશ' કહ્યું

તરતો ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ
તરતો ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ

  • રશિયન સરકારને લોમોનોસોવ પરમાણુ પ્લાન્ટ બનાવવામાં બે દાયકાથી વધારેનો સમય લાગ્યો
  • હવે સરકાર આ પ્લાન્ટને 6.5 હજાર કિલોમીટર દૂર આર્કિટિક સર્કલના મધ્યમાં પહોંચાડવા માંગે છે.

 

Divyabhaskar.com

Jul 09, 2019, 11:12 AM IST

મૉસ્કો: રશિયા જહાજના મારફતે પરમાણુ પ્લાન્ટને 6500 કિમી દૂર આર્કિટિક સર્કલના મધ્યમાં સ્થાપિત કરશે. દુનિયામાં આ જોખમથી આશ્વર્ય છે અને પર્યાવરણવિદોએ તેને 'તરતી તબાહી' કહ્યું છે. હકીકતમાં રશિયાએ બે દાયકા પહેલાજ આર્કટિકમાં ઉર્જાનો સ્ત્રોત તૈયાર કરવાની યોજના બનાવી લીધી હતી. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ 'એકેડેમિક લોમોનાસોવ' પરમાણુ પ્લાન્ટનું નિર્માણ શરુ કર્યુ હતું.

તાજેતરમાં જ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આર્કિટક વિસ્તાર યોજના લૉન્ચ કર્યા બાદ પરમાણુ પ્લાન્ટના નિર્માણમાં તેજી આવી અને બ વર્ષના સમયમાં તેને તૈયાર કરી લેવામાં આવ્યું. રિપોર્ટ્સ પ્રમાણે અત્યારે આ જહાજ રશિયાના પશ્વિમમાં સ્થિત મુરમાંસ્કમાં એક 472 ફુટ લાંબા પ્લેટફોર્મ પર રાખવામાં આવ્યું છે. જલ્દી તેને આર્કટિકથી જોડાયેલા પેવેક બંદરથી આર્કટિક માટે રવાના કરવામાં આવશે. જોકે આર્કટિકમાં આ પ્લાન્ટને ક્યારે સ્થાપિત કરવામાં આવશે તેના વિશે રશિયા તરફથી કોઇ તારીખ જણાવવામાં આવી નથી.

પરમાણુ પ્લાન્ટને આર્કટિક લઇ જવાનો ઉદ્દેશ્ય શું છે ?

પુતિનના જોર દેવાથી વૈજ્ઞાનિકોએ ખૂબ ટૂંકા સમયમાં આ પ્રોજેક્ટને પુરો કરી લીધો છે. પુતિન પહેલાજ કહી ચૂક્યા છે કે તેઓ રશિયા અને આસપાસના ખાલી ક્ષેત્રને આર્થિક રીતે આગળ ધપાવવા ઇચ્છે છે. તેના માટે તેઓ આર્કટિકની ઉંડાણમાં મોજૂદ તેલ અને ગેસના ખજાનાને બહાર લાવશે. ન્યૂક્લિયર પ્લાન્ટની મદદથી તેની શોધમાં લાગેલી કંપનીઓને વીજળીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે. અત્યારે રશિયા આર્કટિકથી જોડાયેલા વિસ્તારમાં રશિયાના માત્ર 20 લાખ લોકો રહે છે પરંતુ અહીંથી દેશની 20 ટકા જીડીપી આવે છે.

પર્યાવરણવિદોનો વિરોધ

એક વખત ગંતવ્ય પર સ્થાપિત હોવા પર આ સુદુર ઉતરનો પહેલો પાવર પ્લાન્ટ હશે. જોકે પર્યાવરણવિદોએ આ શિફ્ટીંગનો વિરોધ કર્યો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ પ્લાન્ટ એક સ્વચ્છ અને સાફ વિસ્તારમાં લઇ જવાથી ત્યાંના લોકો પર ખતરો પેદા થઇ જશે. ગ્રીનપીસ ઇંટરનેળનલે તેને તરતી તબાહી- ફ્લોટીંગ ચર્નોબિલ નામ આપ્યું છે.

શું છે ચર્નોબિલ?

આ પ્રોજેક્ટનો પક્ષ લેવાવાળાઓનું કહેવું છે કે પાવર પ્લાન્ટથ કોઇને ખતરો નહીં થાય. હકીકતમાં સોવિયત સરકારની અંતર્ગત આવતા યુક્રેનમાં એપ્રિલ 1986માં ચર્નોબિલ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં સેફ્ટી ટેસ્ટ દરમિયાન ધડાકો થઇ ગયો હતો. તેમાં લગભગ 31 લોકોના મોત થયાં હતા પરંતુ રેડિએશનના લીધે કરોડો લોકોના જીવ પર ખતરો પેદા થઇ ગયો હતો. યુએનના 2005ના અનુમાન પ્રમાણે રેડિએશનના કારણે દેશભરમાં 9 હજારથી વધારે મોત થઇ ચૂક્યાં હતાં. બીજી તરફ ગ્રીનપીસે મૃતકોનો આંકડો બે લાખથી વધારે જણાવ્યો હતો.

X
તરતો ન્યૂક્લિયર પાવર પ્લાન્ટતરતો ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી