તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુતિને જિનપિંગને આઈસક્રીમ બોક્સ ગિફ્ટ કર્યુ, કહ્યું- ખુશ છું મારી પાસે તમારા જેવો મિત્ર છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 15 જૂને 66 વર્ષ થયા, પુતિને તેમને કેક પણ ગિફ્ટ કરી 
  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને જિનપિંગની આ મુલાકાત દુશાન્બેમાં થઈ હતી   

દુશાન્બેઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શનિવારે પોતાના 66માં જન્મદિવસની ઉજવણી કરી છે. આ પ્રસંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જિનપિંગને આઈસક્રીમ બોક્સ ગિફ્ટ કર્યુ હતું. પુતિને કહ્યું કે, જન્મદિવસેની શુભેચ્છાઓ, મારી શુભકામનાઓ તમારી સાથે છે. હું ખુશ છું કે તમારા જેવો મિત્ર મળ્યો. બન્ને નેતા તજાકિસ્તાનમાં યોજાયેલી કોન્ફરન્સ ઓન ઈન્ટરેક્શન એન્ડ કોન્ફિડન્સ બિલ્ડંગ મેજર્સ ઈન એશિયા(CICA)ની પાંચમી બેઠકમાં સામેલ થયા હતા. 

ક્રેમનિલ (રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય)ની વેબસાઈટ પ્રમાણે, પુતિન અને જિનપિંગની આ મુલાકાત તજાકિસ્તાનની રાજધાની દુશાન્બેમાં યોજાયેલી CICA કોન્ફરન્સ પહેલા થઈ હતી. આ કોન્ફરન્સમાં ઈરાન અને કતાર સહિત 27 દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. જિનપિંગ ગત સપ્તાહે ત્રણ દિવસીય પ્રવાસ માટે રશિયા ગયા હતા. આ દરમિયાન તેમને પુતિનને તેમના સૌથી સારા મિત્ર ગણાવ્યા હતા. 

જિનપિંગે પુતિનને ચીની ચા ગિફ્ટમાં આપીઃ વેબસાઈટ પ્રમાણે, પુતિને આઈસક્રીમ સાથે જિનપિંગને એક કેક અને ફુલદાની પણ આપી હતી. આ દરમિયાન જિનપિંગે પણ પુતિનને ચીની ચા ગિફ્ટ કરી હતી. વેબસાઈટને બન્ને નેતાઓની તસવીરો  પણ શેર કરી હતી. જેમાં જિનપિંગ અને પુતિન શેમ્પેનના ગ્લાસ પકડીને જન્મદિવસની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. આ અવસરે જિનપિંગે પુતિનને જણાવ્યું કે, તે ચીનમાં ઘણા જાણીતા છે.