વોશિંગ્ટનઃ મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર અત્યાચાર અને તેમના માનવ અધિકાર ઉલ્લંઘનના વિરોધનો એક પ્રસ્તાવ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર (UN)ની મહાસભામાં પસાર કરવામાં આવ્યો છે. UNના 193 સભ્ય દેશો પૈકી 134 દેશોએ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે અને 9 દેશોએ વિરોધ કર્યો છે. જોકે 28 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. મ્યાનમાર આ પ્રસ્તાવને અપનાવવા માટે કાયદાકીય રીતે બંધિકાર નથી, પરંતુ તેનાથી એ ખબર પડે છે કે આ મુદ્દે વિશ્વના દેશો શું વિચારે છે.
મહાસભાની બેઠકમાં મ્યાનમારના રાજદૂત હાઉ ડો સુઆલે આ પ્રસ્તાવની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે તે માનવ અધિકારના નિયમોને લઈ બમણા માપદંડ તથા ભેદભાવપૂર્ણ વલણનું આ ઉદાહરણ છે. તેમા રોહિંગ્યા બહુમતિવાળા રખાઈન વિસ્તારની સમસ્યાનો કોઈ ઉકેલ નથી. આ પ્રસ્તાવ મારફતે મ્યાનમાર પર બિનજરૂરી રીતે રાજકીય દબાણ ઉભુ કરવામાં આવી રહ્યું છે.
ICJમાં પણ રોહિંગ્યા પર અત્યાચારના મુદ્દે ચર્ચા થઈ છે
રોહિંગ્યા મુસ્લિમો પર મ્યાનમારના સુરક્ષા દળો અને સેનાના અત્યાચાર મુદ્દે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં દક્ષિણ આફ્રીકાના ગાંબિયા દેશે રજૂઆત કરી હતી. અન્ય 12 મુસ્લિમ દેશો સાથે મળી આ મુદ્દો ICJ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. નોબેલ એવોર્ડ વિજેતા આંગ સાન સૂ કીએ આ મહિને ICJમાં મ્યાનમારનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કોર્ટને કહ્યું હતું કે રખાઈનમાં જે હિંસા થઈ તે એક વિવાદ હતો. તે સેનાની ચોકીઓ પર રોહિંગ્યા સમુદાયના વિદ્રોહીઓના હુમલા બાદ શરૂ થયો હતો. સૂ કીએ કહ્યું હતું કે સૈનિકોએ યુદ્ધ અપરાધ કર્યો હશે તો તેમની સામે કાર્યવાહી થશે.
રોહિંગ્યા મ્યાનમારથી બીજા દેશોમાં પલાયન કરી રહ્યા છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.