તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિન્સ હેરી અને મેગને શાહી પરિવારનો વરિષ્ઠ દરજ્જો છોડ્યો, આર્થિક રીતે આત્મનિર્ભર રહેવાનો નિર્ણય કર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિન્સ હેરી બ્રિટનની મહારાણી એલિઝાબેથ-2ના પૌત્ર છે, રાજ સિંહાસન માટે તે છઠ્ઠા નંબરના દાવેદાર છે
  • મે 2018માં પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના લગ્ન થયા હતા, તેમણે ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સનું સન્માન આપવામાં આવ્યું હતું

લંડનઃ બ્રિટનના રાજકુમાર હેરી અને તેમની પત્ની મેગન મર્કેલે શાહિ વિરાસત છોડવાનો નિર્ણય કર્યો છે. બન્નેએ બુધવારે આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ શાહી પરિવારના ‘વરિષ્ઠ’ સભ્યના પદથી અલગ થઈ રહ્યા છે અને આર્થિક રીતે આત્મનિર્ભર બનવા માટે યોજના બનાવી રહ્યા છે. પ્રિન્સ હેરી મહારાણી એલિઝાબેથ-2ના પૌત્ર છે. બ્રિટિશ રાજ સિંહાસન માટે તેઓ છઠ્ઠા નંબરના દાવેદાર છે. 2018માં તેમણે મેગન સાથે લગ્ન કર્યા હતા. 
રિપોટર્સના જણાવ્યા પ્રમાણે, પ્રિન્સ હેરી અને મેગને આ અંગે શાહી પરિવારના કોઈ સભ્ય સાથે ચર્ચા કરી નથી, તેમના નિર્ણય અંગે મહારાણી નારાજ હોવાના સમાચાર પણ છે. સાથે જ પ્રિન્સ હૈરીના ભાઈ પ્રિન્સ વિલિયમ પણ આ નિર્ણયથી નારાજ છે. 

એકબીજાની સહમતિ બાદ નિર્ણય લીધો 
હેરી અને મેગને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ઘણા મહિનાઓ સુધી વિચાર કરી અને એકબીજા સાથે ચર્ચા કર્યા બાદ અમે આ નિર્ણય કર્યો છે. તેમણે લખ્યું કે, આ નિર્ણય શાહી પરિવારમાં નવી પરંપરાની શરૂઆત હશે. તેમણે જણાવ્યું કે, તેઓ તેમનો હવે પછીનો સમય મહારાણીની સેવામાં રહેતા યૂકે અને ઉત્તર અમેરિકામાં વિતાવશે. તેમણે કહ્યું કે, ‘આ ભૌગોલિક સંતુલન અમને અમારા દીકરાને શાહી પરિવારની પરંપરાઓની કદર કરીને તેને ઉછેરવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત અમારે અમારા પરિવારના બીજા અધ્યાય અને નવી ચેરિટી શરૂ કરવા અંગે વિચારવાની તક પણ મળશે’

મે મહિનામાં દીકરાને જન્મ આપ્યો હતો 
મે 2018માં પ્રિન્સ હેરી અને મેગન માર્કેલના લગ્ન થયા હતા. બ્રિટનના મહારાણા ક્વીન એલિઝાબેથ દ્વિતીયએ બ્રિટનના શાહી લગ્નની પરંપરાના ભાગરૂપે તેમના પૌત્ર પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન મર્કેલને સસેક્સના ડ્યૂક અને ડચેતનું સન્માન આપ્યું હતું. પ્રિન્સ હેરીના પત્ની મેગન માર્કેલે 5 મેના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. આ બાળકનું નામ આર્ચી રાખવામાં આવ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...