તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇન્ટરનેશનલ ડેસ્ક:સસેક્સના ડ્યૂક અને ડચેસ પ્રિંસ હેરીના પત્ની મેગન મર્કલે જાહેરાત કરી છે કે હવે તેઓ રોયલ ફેમીલીના સીનિયર પદેથી પાછળ હટી ગયા છે. તેઓ કેનેડા શિફ્ટ થવાની તૈયારી કરી રહ્યાં છે. બન્નેએ આ નિર્ણય એટલા માટે લીધો છે જેથી તેઓ તેમની જવાબદારી સાથે ઉઠાવી શકે અને આર્થિક રૂપે સ્વતંત્ર બની શકે. આ જાહેરાત બાદ શાહી પરિવાર અત્યારે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
હવે જાણીએ કે શાહી પરિવાર છોડવાનો શું અર્થ છે અને તેમના જીવન પર તેની શું અસર થશે. મેગને તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું, - ઘણા મહિનાઓ સુધી વિચાર્યા બાદ અમે આ વર્ષે અમારા રોલમાં બદલાવ કરવા જઇ રહ્યાં છીએ. અમે શાહી પરિવારના સીનિયર મેમ્બર્સનું પદ છોડીને અમારી આર્થિક જવાબદારીઓ પોતે ઉઠાવવા જઇ રહ્યા છીએ. અણે ક્વીનને હંમેશા સપોર્ટ કરતા રહીશું. અમે ક્વીન, કોમનવેલ્થ અને બાકી બાબતો માટે કામ કરીતા રહીશું. આ ભૌગોલિક બેલેન્સ અમારી દીકરા આર્ચીને એ રોયલ ટ્રેડિશનની પ્રશંશા કરતા શિખવાડશે જેમાં તે પેદા થયો છે. તેની સાથે અમારા પરિવારને સ્પેસ મળશે જેનાથી અમે અમારા જીવનના આગામી પડાવ પર ધ્યાન આપી શકીશું. જેમ કે અમારી આગામી ચેરિટેબલ સંસ્થાને લોન્ચ કરવી.
બંકિંઘામ પેલેસ તરફથી આ સ્થિતિને ખૂબ જટિલ ગણાવવામાં આવી છે. શાહી મહેલને લાગે છે કે આ વિચાર સમજીને લેવામાં આવ્યો નથી. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદથી જ સંકેત મળી રહ્યા હતા કે હેરી અને મેગન માર્કલ તેમના શાહી જીવનથી ખુશ ન હતાં. બીજીતરફ તેમના આ નિર્ણયથી શાહી પરિવાર ખુશ નથી. બીબીસીના રિપોર્ટ અનુસાર હેરી અને મેગન માર્કલને શાહી પરિવારમાં સીનિયર પદ પર રહેતા એવા ઘણા કામ કરવા પડતા હતા જેનાથી તેઓ ખુશ ન હતાં. હેરીને ભીડ સાથે કોઇ સમસ્યા નથી રહેતી પરંતુ કેમેરાથી તેઓ દૂરી બનાવતા. બીજી તરફ મેગનનું માનવું હતું કે તે એવું વ્યક્તિત્વ નથી બનવા માગતી જ્યાં તે મૂંગી બની જાય. તે જ્યારે પણ કંઇ બોલતી, ટીકાઓ થવા લાગતી હતી. આ બન્નેએ આ નિર્ણય લેતા પહેલા પરિવારના કોઇ પણ સભ્યની સલાહ લીધી નથી. શાહી પરિવારથી અલગ થયા બાદ શું તેમની શાહી ઉપાધિ બરકરાર રહેશે કે નહીં એ તમામ વાતો ભવિષ્યમાં સામે આવશે.
આ નિર્ણયથી શું ફેર પડશે ?
શાહી પરિવારની ગતિવિધિઓથી અલગ થયા બાદ હેરી અને મેગન હવે શાહી ગ્રાંટમાંથી ફન્ડિંગ નહીં લે. આનો અર્થ એ કે તેઓ શાહી પરિવારના સભ્ય તો રહેશે પરંતુ આર્થિક રીતે સ્વતંત્ર રહેશે. શાહી ગ્રાંટ એ સાર્વજનિક નાણા છે જે શાહી પરિવારની ગતિવિધિઓના ખર્ચા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જોકે આ નિર્ણય બાદ પણ તેમને આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વનો દરજ્જો પ્રાપ્ત રહેશે. બ્રિટનમાં તેમની સુરક્ષાની જવાબદારી મેટ્રોપોલિટન પોલીસની રહેશે. બીજી તરફ બ્રિટનની બહાર રહેવા પર તેમની સુરક્ષાની જવાબદારી ગ્લોબલ ચેરિટેબલ ફાઉન્ડેશન લઇ શકે છે. આ બીજી વખત છે જ્યારે શાહી પરિવારના સભ્યો અલગ થયા હોય. આ પહેલા 1936માં પ્રિન્સ એડવર્ડ 8એ શાહી પરિવારની ગતિવિધિઓથી દૂરી બનાવી હતી કારણ કે તેઓ એક વિધવા અમેરિકન મહિલા વેલિસ સિમ્પ્સન સાથે લગ્ન કરવા માંગતા હતા. એ સમયે તત્કાલિન શાહી પરિવારના નિયમો આ લગ્નની મંજૂરી આપતા ન હતા.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.