ઇરાક / વડાપ્રધાન મહદીએ કહ્યું- રાજીનામું આપીશ, તેમ છતાં દેખાવો અટક્યા નહીં, સંપૂર્ણ વ્યવસ્થા બદલાય નહીં ત્યાં સુધી આંદોલન થશે

તસવીર બગદાદની છે. શનિવારે નજફ અને નાસિરિયાહમાં સરકારવિરોધી દેખાવો થયા.
તસવીર બગદાદની છે. શનિવારે નજફ અને નાસિરિયાહમાં સરકારવિરોધી દેખાવો થયા.

  • હાલના સંકટથી બહાર આવવા માટે રવિવારે ઇરાકની સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે
  • બે મહિનાથી જારી દેખાવોમાં 420થી વધુ લોકો માર્યા ગયા
  • લોકોનું માનવું છે કે સરકારના ભ્રષ્ટાચાર અને નિષ્ફળતાઓ માટે ઇરાન જવાબદાર

Divyabhaskar.com

Dec 01, 2019, 02:38 AM IST

એલિસા જે રુબિન, બગદાદઃ ઇરાકમાં સરકાર વિરુદ્ધ બે મહિનાથી જારી હિંસક દેખાવો પછી વડાપ્રધાન અદેલ અબ્દુલ મહદીએ કહ્યું કે તેઓ રાજીનામું આપી દેશે તેમ છતાં શનિવારે સરકારવિરોધી દેખાવો ચાલુ રહ્યા. દેશમાં ઓક્ટોબરથી શરૂ થયેલા દેખાવોમાં અત્યાર સુધી 420થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે 1500થી વધુ ઘાયલ થયા છે. દેખાવકારો નોકરી, ભ્રષ્ટાચારનો ખાતમો અને સારી નાગરિક સુવિધાઓની માગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સંપૂર્ણ વ્યવસ્થા નહીં બદલાય ત્યાં સુધી દેખાવો ચાલુ રહેશે.

રાજીનામું શા માટે આપવા માગે છે: મહદી આશરે એક વર્ષ પહેલાં વડાપ્રધાન બન્યા હતા. તેમણે જે સુધારોનો વાયદો કર્યો હતો તે પૂરા કરી શક્યા નહીં. તેના વિરોધમાં યુવાઓએ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વિરોધી દેખાવો શરૂ કર્યા હતા. ત્યારે પહેલાં 6 દિવસમાં જ 149 સામાન્ય નાગરિકો માર્યા ગયા. વડાપ્રધાને કેબિનેટની બેઠકમાં બદલાવ અને બેરોજગારી દૂર કરવા માટે અનેક યોજનાઓ શરૂ કરવાનો વાયદો કર્યો. છતાં દેખાવકારો મુજબ તેમની કોઇ માગ સરકારે માની નથી અને તેઓ ઓક્ટોબરના અંતમાં ફરી માર્ગો પર ઉતરી આવ્યા. સુરક્ષાકર્મીઓએ તેને કચડવા માટે પૂરી કોશિશ કરી પરંતુ દેખાવો અનેક શહેરોમાં થવા લાગ્યા. શુક્રવારે હિંસામાં વધારો થઇ ગયો.

રવિવારે સંસદનું વિશેષ સત્ર બોલાવાયું
આંદોલનકારો એટલે નારાજ છે કારણ કે ઇરાકના આંતરિક મામલામાં ઈરાન દખલ કરી રહ્યું છે. તેમનો આરોપ છે કે ઇરાકી સરકારના ભ્રષ્ટાચાર અને સરકારી નિષ્ફળતાઓ માટે ઇરાન જવાબદાર છે. તેથી તેમણે ઇરાની વાણિજ્ય દૂતાવાસમાં આગ લગાડી હતી. જ્યારે મીડિયા રિપોર્ટ્સ મુજબ મહદીએ રાજીનામાનો નિર્ણય ઇરાકમાં શિયાઓના સર્વોચ્ચ ધાર્મિક નેતા અલી અલ સિસ્તાની નવા નેતા ચૂંટાયા પછી લીધો છે. હાલના સંકટ પર વિચાર કરવા માટે રવિવારે સંસદનું વિશેષ સત્ર બોલાવાયું છે. તેના પહેલાં સિસ્તાનીએ કહ્યું હતું કે એવું લાગે છે કે છેલ્લા બે મહિનાની ઘટનાઓને ડામવામાં આ સરકાર નિષ્ફળ રહી છે.

X
તસવીર બગદાદની છે. શનિવારે નજફ અને નાસિરિયાહમાં સરકારવિરોધી દેખાવો થયા.તસવીર બગદાદની છે. શનિવારે નજફ અને નાસિરિયાહમાં સરકારવિરોધી દેખાવો થયા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી