તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવી દિલ્હીઃ પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમે (બેટ) સરહદે બે ભારતીય સિવિલિયન પોર્ટરની હત્યા કરીને ભારતીય સેનાને ફરી એકવાર લલકારી છે. બેટ ટીમના આતંકવાદીઓ એક પોર્ટરનું માથું પણ ધડથી અલગ કરીને લઈ ગઈ ગયા છે. આ અંગે નવા સેના અધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું કે, ‘કોઈ પણ દેશની પ્રોફેશનલ આર્મી ક્યારેય આવું બર્બર કૃત્ય નથી કરતી. આ સ્થિતિનો ભારતીય સેના તેના અંદાજમાં ઉકેલ લાવશે.’ અગાઉ પણ બેટના આતંકીઓ આવા જંગલી કૃત્યો કરી ચૂક્યા છે.
સેનાને ભવિષ્ય માટે તૈયાર કરવાની તાલીમ
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, બેટના આતંકીઓએ મોહમ્મદ અસલમ અને અલ્તાફ હુસૈન નામના સિવિલિયન પોર્ટરની હત્યા કરી, જે ગુલપુર સેક્ટરના કસ્સાલિયન ગામના રહેવાસી હતા. તેમણે અસલમનો મૃતદેહ સંપૂર્ણપણે વિકૃત કરી નાંખ્યો હતો અને તેનું માથું પણ ગાયબ હતું. આ ઘટનામાં સેના માટે રાશન લઈ જતા ત્રણ કુલી પણ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના પહેલા સેના વડા નરવણેએ પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન પીઓકે અંગે પૂછતા તેમણે કહ્યું કે, સંસદ ઈચ્છે ત્યારે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરને દેશમાં સામેલ કરવાનો આદેશ આપી શકે છે, અમે તૈયાર છીએ. સંસદે વર્ષો પહેલા પ્રસ્તાવ પસાર કર્યો હતો કે, જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો છે. આ ઉપરાંત સેના વડાએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના હોદ્દા અંગે કહ્યું કે, ત્રણેય સેનાના એકીકરણની દિશામાં આ મોટું પગલું છે. ભવિષ્યના યુદ્ધ નેટવર્ક આધારિત અને જટિલ હશે. હવે અમારું ધ્યાન સેનાને ભવિષ્ય માટે તૈયાર કરવાની તાલીમ આપવા પર છે.
ચીન સરહદે હવે સેનાનું ફોકસ વધારે
સેના વડાએ કહ્યું કે, ચીન સરહદે ભારતીય સેના વધુ ધ્યાન આપી રહી છે. સેના એક સાથે બે મોરચે કોઈ પણ સ્થિતિનો સામનો કરવા જરૂરી સંતુલન બનાવી રહી છે. બે દેશ વચ્ચે બે શિખર બેઠક પછી ચીન સરહદે શાંતિ અને સૌહાર્દપૂર્ણ માહોલ છે. અમે બંને મોરચે પ્રાઈમરી અને સેકન્ડરી જરૂરિયા પ્રમાણેના સંસાધન પણ મોકલી રહ્યા છીએ.
એનડીએની ડિગ્રી જેએનયુ દ્વારા અપાતી હોવાનો સવાલ ટાળી દીધો
જેએનયુમાં વિવાદ અંગે સેના વડાને પૂછ્યું કે, નેશનલ ડિફેન્સ એકેડેમની ડિગ્રી જેએનયુના નામે અપાય છે. ત્યાં થયેલા વિવાદ વિશે તમે શું માનો છો? આ અંગે તેમણે કહ્યું કે, એનડીએ દેશની ઉત્તમ સૈન્ય સંસ્થા છે. તેના વિદ્યાર્થીઓના અનુશાસન અને ચરિત્ર નિર્માણના ઉદાહરણો અપાય છે. સેના દેશના બંધારણથી બંધાયેલી છે અને તેના માટે પ્રતિબદ્ધ પણ છે.
BAT એક પોર્ટરનું માથું અલગ કરી સાથે લઈ ગઈ
પાકિસ્તાન દ્વારા હત્યા કરાયેલા બે સિવિલિયન પોર્ટરોમાંના એકનું માથું પણ શરીર પરથી ગાયબ છે. આ જ કારણસર સેનાનો દાવો છે કે, આ કામ પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમનું જ હોઈ શકે. અગાઉ પણ તેઓ આવું જંગલી કૃત્ય કરી ચૂક્યા છે. એક પોલીસ અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું કે, કાયદાકીય ઔપચારિકતા પછી અસલમનો મૃતદેહ પોલીસને મળ્યો, તો તેનું માથું ગાયબ હતું. બંને પોર્ટરના મૃતદેહ તેમના પરિવારોને સોંપી દેવાયા છે અને શુક્રવારે સાંજે તેમના અંતિમ સંસ્કાર પણ કરાયા હતા. આ સિવાય મોહમ્મદ સલીમ (24), મોહમ્મદ શૌકત (28) અને નવાજ અહેમદ (35) નામના ઈજાગ્રસ્ત પોર્ટર સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.