નવી વિઝા પ્રક્રિયા / બ્રિટનમાં પોઈન્ટના આધારે જ વિઝા, ભારતીયોને અસર

Points based visa policy in UK, Will effect on Indian

  • વિજ્ઞાનીઓ, એન્જિનિયરો અને શિક્ષણવિદો, પ્રતિભા ધરાવતા લોકોને પ્રાથમિકતા અપાશે
  • બ્રિટન ઓછું કૌશલ્ય ધરાવતા શ્રમિકોની સંખ્યા ઘટાડવા માંગે છે

Divyabhaskar.com

Feb 26, 2020, 03:11 PM IST
લંડન: બ્રિટને બુધવારે 1 જાન્યુઆરી 2021થી બ્રિટનની નવી પોઈન્ટ આધારિત વિઝા પ્રક્રિયાની જાહેરાત કરી હતી. આ અંગે બ્રિટિશ ગૃહ મંત્રી પ્રીતિ પટેલે કહ્યું કે, અમે અમારા દેશમાં કોઈ પણ વ્યક્તિને સ્વતંત્ર રીતે આવવાની આઝાદી ખતમ કરી દઈશું. અમે નવી વિઝા સિસ્ટમ શરૂ કરી રહ્યા છીએ. આ વિઝા પ્રક્રિયામાં સ્કિલ્ડ લોકોને જ પ્રાથમિકતા અપાશે. તેનાથી વિદેશી પ્રવાસીઓની સંખ્યા નિયંત્રિત થશે. અમે દુનિયાભરના પ્રતિભાશાળી અને સૌથી સારા લોકોને જ અહીં આવવા પ્રોત્સાહિત કરીશું, જે અમારા અર્થતંત્ર અને અમારા સમાજને આગળ વધારશે અને તેનાથી જ દેશ તેની પૂરેપૂરી ક્ષમતાનો ઉપયોગ કરી શકશે.
ઉચ્ચ કૌશલ્ય અને સૌથી વધુ પ્રતિભા ધરાવતા લોકોને પ્રાથમિકતા અપાશે
નવી પોઈન્ટ આધારિત વિઝા પ્રક્રિયામાં વિશિષ્ટ કૌશલ્ય, યોગ્યતા અને પગાર કે વ્યવસાયો માટે પહેલા અમે નક્કી પોઈન્ટ આપીશું. તેનાથી ફક્ત એ લોકોને વિઝા મળશે, જેમને પૂરતા પોઈન્ટ મળે. આ નિયમો યુરોપિયન યુનિયન અને બિન યુરોપિયન દેશોને સમાન રીતે લાગુ પડશે. તેમાં વિજ્ઞાનીઓ, એન્જિનિયરો અને શિક્ષણવિદો સહિત ઉચ્ચ કૌશલ્ય અને સૌથી વધુ પ્રતિભા ધરાવતા લોકોને પ્રાથમિકતા અપાશે.
પોઈન્ટ આધારિત વિઝા સિસ્ટમનો હેતુ
ભારત સહિત દુનિયાના સૌથી પ્રતિભાશાળી અને સૌથી સારા લોકોને જ બ્રિટન આકર્ષિત કરવા માંગે છે. બ્રિટન ઓછું કૌશલ્ય ધરાવતા શ્રમિકોની સંખ્યા ઘટાડવા માંગે છે.
X
Points based visa policy in UK, Will effect on Indian

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી