અમેરિકા / સાઉથ ડકોટામાં વિમાન ક્રેશ, 9ના મોત; બર્ફિલા તોફાનના કારણે અકસ્માત થયો હોવાની શકયતા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • વિમાને ચેમ્બરલેનથી ઉડાન ભરી હતી, તમામ પેસેન્જર ઈદાહો સ્થિત ઈદાહો ફોલ્સ જઈ રહ્યાં હતા
  • બ્રૂલ કાઉન્ટીની અર્ટોની થેરેલા મૌલ રોસોવે કહ્યું કે મરનારાઓમાં બે બાળકો સામેલ 

Divyabhaskar.com

Dec 01, 2019, 02:30 PM IST

ચેમ્બરલેનઃ અમેરિકાના સાઉથ ડકોટામાં શનિવારે રાતે પ્લેન ક્રેશમાં 9 લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ વિમાનમાં 12 લોકો સવાર હતા. 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વિમાને ચેમ્બરલેનથી ઉડાન ભરી હતી. તમામ પેસેન્જર ઈડાહો સ્થિત ઈડાહો ફોલ્સ જઈ રહ્યાં હતા. ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડના અધિકારી પીટર નડસને જણાવ્યું કે વિમાન ઉડાન ભરે તે પહેલા જ ચેમ્બરલેન અને સેન્ટ્રલ ડકોટામાં ભારે બર્ફિલા તોફાનની ચેતવણી બહાર પાડવામાં આવી હતી.

નડસનના જણાવ્યા મુજબ, એનટીએસબી વિમાન અકસ્માતની તપાસ કરશે. જોકે ખરાબ મોસમના કારણે ઘટનાસ્થળ પર પહોંચવામાં ખુબ જ મુશ્કેલી આવી રહી છે. વિમાન ચેમ્બરલેનથી 1 કિમી દૂર સિયોક્સ ફોલ્સની પાસે પડ્યું હતું. પ્રાથમિક રિપોર્ટ બે સપ્તાહમાં આવશે, પરંતુ અંતિમ તપાસ રિપોર્ટ આવવામાં એકથી બે વર્ષનો સમય લાગશે.

ઈજાગ્રસ્તોને બચાવનારની પ્રશંસા

બ્ૂલ કાઉન્ટીન અર્ટોની થેરેસા મૌલ રાસોવે કહ્યું કે મરનારાઓમાં બે બાળકો અને પાયલટ સામેલ છે. ત્રણ ઈજાગ્રસ્તોને ઈલાજ માટે સિયોક્સ ફોલ્સ સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે કોઈ પણ જાણકારી આપી શકાય તેમ નથી. લો એન્ફોર્સમેન્ટ, ત્યાં પહોંચનાર લોકો અને મેડિકલ પ્રોફેશનલ્સની ખરેખર પ્રશંસા થવી જોઈએ. આ લોકોએ ખરાબ હવામાન હોવા છતા પણ ત્યાં પહોંચીને લોકોને બચાવ્યા.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી