તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Philippines Taal Volcano Eruption 2020 News Updates; Warnings Of Tsunami After Taal Volcano Eruption In Philippines

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલ જ્વાળામુખી સક્રિય, તળાવમાં સુનામીનું જોખમ;8000 લોકોનું સુરક્ષિત સ્થાળાંતર કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • તાલ જ્વાળામુખી અંદાજે 40 વર્ષ બાદ ફરી ભડક્યો, જેમાંથી નીકળેલો લાવો 10-15 કિમી સુધી દૂર ફેલાયો
 • જ્વાળામુખી ગમે ત્યારે ફાટી શકે છે, મનીલા એરપોર્ટ સાથે જોડાયેલી 286 ઈન્ટરનેશનલ અને નેશનળ ફ્લાઈટ કેન્સલ

મનીલાઃ ફિલીપીન્સના સક્રિય જ્વાળામુખીમાંથી એક ‘તાલ’ જ્વાળામુખી સોમવારે ભડકવા લાગ્યું હતું. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આવાનાર થોડા કલાકોમાં જ્વાળામુખી ફાટી જશે. તાલ  લેક પર આવેલા આ જ્વાળામુખીને ભડકતાની સાથે જ મનીલાનું હવામાન ખરાબ થઈ ગયું હતું. જેનો લાવા 32000થી 49000 ફુટ(લગભગ 10-15 કિમી)દૂર સુધી ફેલાયું છે. જોમખને ધ્યાનમાં રાખતા તંત્રએ અંદાજે 8000 સ્થાનિક લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જો જ્વાળામુખી ફાટશે, તો તેનો લાવા તળાવમાં પડશે, જેનાથી આસપાસના વિસ્તારમાં સુનામી આવી શકે છે. 
તાલ દુનિયાના સૌથી નાના નાના જ્વાળામુખીઓમાંથી એક છે. જો કે, આ ફિલીપીન્સનું બીજુ સૌથી સક્રિય જ્વાળામુખી છે. ગત 450 વર્ષોમાં આ 34 વખત ફાટી ચુક્યો છે. છેલ્લી વખત આ 1977માં ફાટ્યો હતો. 1974માં આ ઘણા મહીના સુધી ભડક્યો  હતો. 1911માં આમા વિસ્ફોટ થયો હતો અને લગભગ 1500 લોકોના મોત થયા હતા. 

સંયુક્ત રાષ્ટ્રે પણ ચિંતા વ્યક્ત કરી
રવિવારે મોડી સાંજે જ જ્વાળામુખીમાંથી લાવા અને રાખ નીકળવાનું શરૂ થઈ ગયું હતું. જેના કારણે તાલના આખા વિસ્તારમાં અત્યાર સુધી 75 ભૂકંપના ઝાટકા આવી ચુક્યા છે. જેમાં 32 ઝાટકા લેવલ-2ના (નબળા)હતા. યુનાઈટેડ નેશન્સના હ્યુમૈનિટેરિયન અફેર્સના ઓફિસ - OCHA ફિલીપીન્સે કહ્યું કે, જ્વાળામુખીની આસપાસ 14 કિમીના વિસ્તારમાં 4.5 લાખ લોકો રહે છે. તેમને ઝડપથી તાલ જ્વાળામુખીના ડેન્ઝર ઝોનમાંથી કાઢવાનું કામ કરવું જોઈએ. ફિલીપીન્સના ઈન્સ્ટીટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સીસ્મોલોજી(ફિવોલ્ક્સ)એ હાલ એલર્ટ લેવલને 3 વધારીને 4 પર કરી દીધું છે. જે ગંભીર જોખમની નિશાની છે. 
 

મનીલામાં હવા ખરાબ, સરકારી ઓફિસ-શાળા બંધ 
ફિલીપીન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ મનીલા અને આસપાસના વિસ્તારમાં ફેલાયેલી રાખ અને ખરાબ હવાને જોતા સરકારી ઓફિસ અને શાળા બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સ્વાસ્થ્ય અધિકારીઓને શ્વાસની સમસ્યાથી પીડિતા લોકોની દેખરેખ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ લોકોને ઘરની અંદર રહેવાની ચેતવણી પણ આપવામાં આવી છે. મનીલા એરપોર્ટથી ઉડાન ભરનારી 286 ફ્લાઈટ્સને કેન્સલ કરી દેવાઈ છે. મનીલા પાસે ક્લાર્ક ફ્રીપોર્ટને ખુલ્લો રાખવામાં આવ્યો છે, જો કે, અહીંયા પણ વિમાનોને સાવધાની સાથે ઉડાન ભરવા માટે કહેવાયું છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો