પ્રદર્શન / હોંગકોંગમાં ચીન પ્રત્યાર્પણ કાયદા સામે શાંતિપૂર્ણ પ્રદર્શન હિંસાત્મક બન્યું, 10 લાખ લોકો રસ્તા પર

Divyabhaskar.com

Jun 10, 2019, 02:12 PM IST

ચીનના નવા પ્રત્યાર્પણ કાયદાના વિરોધમાં હોંગકોંગમાં મોટું શાંતિપૂર્ણ પ્રદર્શન સોમવારે પોલીસ કાર્યવાહી બાદ હિંસાત્મક બની ગયું. આયોજનકર્તાઓએ જણાવ્યું કે હોંગકોંગમાં વર્ષ 1997 બાદ અત્યાર સુધીનું આ સૌથી મોટું પ્રદર્શન છે. જેમાં 10 લાખથી વધારે લોકો જોડાયા છે. આ પહેલા 1997માં હોંગકોંગને ચીનને સોંપવાના સમયે સૌથી મોટું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકર્તાઓએ સરકાર પાસેથી પ્રત્યર્પણ કાયદાને તેમની યોજનાને પરત લેવાની માગ કરી છે. હોંગકોંગના ચીન સમર્થક નેતા એક બિલ પર ભાર આપી રહ્યાં છે. જેમાં આરોપીઓ પર કેસ ચલાવવા માટે તેમને ચીન પ્રત્યર્પિત કરવા માટેની જોગવાઈ છે. પરંતુ આ પ્રસ્તાવને લઇને ઘણી ધમાલ મચી અને તેના વિરોધમાં શહેરના વિવિધ વર્ગોના લોકો એકજૂટ થઇ ગયા અને રસ્તા પર ઉતરી આવ્યા.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી