લંડન આતંકી હુમલો / પાકિસ્તાની મૂળનો આતંકવાદી મુંબઈના 26/11ની જેમ બ્રિટિશ સંસદ પર હુમલો કરવા માગતો હતો: પોલીસ

આતંકવાદી ઉસ્માન ખાન(ડાબેથી ચોથો) 2012માં બોમ્બ વિસ્ફોટનું ષડયંત્ર રચવામાં દોષિત જાહેર કરાયો હતો, તેની સાથે અન્ય 5 લોકોને પણ પકડવામાં આવ્યા હતા, ફાઇલ ફોટો
આતંકવાદી ઉસ્માન ખાન(ડાબેથી ચોથો) 2012માં બોમ્બ વિસ્ફોટનું ષડયંત્ર રચવામાં દોષિત જાહેર કરાયો હતો, તેની સાથે અન્ય 5 લોકોને પણ પકડવામાં આવ્યા હતા, ફાઇલ ફોટો

  • લંડન બ્રિજ પર ચાકૂથી હુમલો કરનાર આતંકવાદી ઉસ્માન ખાનને 2012માં આતંકવાદના મામલામાં 8 વર્ષની સજા થઇ હતી
  • ત્યારે જજે ઉસ્માનને આતંકવાદ ફેલાવનાર અને જનતા માટે ગંભીર જોખમ જાહેર કર્યો હતો
  • આતંકવાદી ઉસ્માને યૂકીની સંસદ પર હુમલો કરવાનું રિહર્સ અને ધડાકા માટે મધ્ય લંડનમાં રેકી પણ કરી હતી

Divyabhaskar.com

Dec 01, 2019, 01:01 PM IST

લંડન: લંડન બ્રિજ પર બે લોકોની ચાકૂ મારીને હત્યા કરનાર પાકિસ્તાની મૂળનો આતંકવાદી ઉસ્માન ખાન બ્રિટિશ સંસદ પર મુંબઈના 26/11ની જેમ હુમલો કરવા માગતો હતો. સ્કોટલેન્ડ યાર્ડના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ પ્રમાણે ઉસ્માને હુમલા માટે રિહર્સલ પણ કર્યું હતું. એટલું જ નહીં તેણે બ્લાસ્ટ કરવા માટે બે સાથીદારો સાથે મધ્ય લંડનના વિસ્તારની રેકી પણ કરી હતી. ઉસ્માને શુક્રવારે બ્રિજ પર લોકોને ચાકૂ માર્યું હતું અને નકલી વિસ્ફોટક જેકેટ પણ પહેર્યું હતું. આ દરમિયાન પોલીસે તેને ઠાર માર્યો હતો.

સ્કોટલેન્ડ યાર્ડના કાઉન્ટર ટેરરિઝમ પોલીસીંગના આસિસ્ટન્ટ કમિશ્નર નીલ બસુએ શનિવારે કહ્યું કે મૃતક હુમલાખોરની ઓળખ ઉસ્માન ખાન(28) તરીકે થઇ છે . તે સ્ટૈફોર્ડશાયર વિસ્તારમાં રહેતો હતો. એ પહેલા જેલ પણ જઇ ચૂક્યો હતો. તેના લીધે તેનો પ્રોફાઇલ ગુનાખોરીના રેકોર્ડમાં નોંધાયેલો હતો. તેનાથી માહિતી મળી છે કે તે બ્રિટનમાં જન્મેલો પાકિસ્તાની મૂળનો નાગરિક હતો. કિશોર અવસ્થામાં તે બીમાર માતા સાથે પાકિસ્તાની કબજા વાળા કાશ્મીરમાં રહ્યો હતો. ત્યારબાદ બ્રિટન પરત ફરીને તે ઇન્ટરનેટના માધ્યમથી કટ્ટરપંથીઓના સંપર્કમાં આવ્યો હતો.

જજે ઉસ્માનને ખતરનાક જેહાદી કહ્યો હતો
જાન્યુઆરી 2012માં તેને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવાનો દોષિત જાહેર કરાયો હતો. ત્યારે કોર્ટે તેને આઠ વર્ષની સજા સંભળાવી હતી. તેના પર આતંકવાદ ફેલાવવા, આતંકી ટ્રેનીંગ માટે ફન્ડ એકત્રિત કરવું , નિયમ વિરુદ્ધ વિદેશ યાત્રા અને ખોટા કામોમાં અન્યોની સહાયતા કરવાના આરોપ હતા. તે પીઓકેમાં આતંકવાદી શિબિર ચલાવવાનો પણ આરોપી હતો. ઉસ્માનને સજા સંભળાવનાર જજે તેને લોકો માટે ગંભીર જોખમ અને આતંકવાદી કહ્યો હતો.

હુમલાખોરનું કનેક્શન અલકાયદા અને ISથી
બ્રિટનમાં ઉસ્માન અલકાયદાની વિચારધારાથી જોડાયેલા એક ગ્રુપમાં સામેલ થયો. અધિકારીઓને તેના સંબંધ IS સાથે હોવાની પણ શંકા છે. તે યૂકેમાં કટ્ટરવાદીઓની ભરતી કરી તેમને ગુપ્ત રીતે પીઓકેમાં ટ્રેનિંગ અપાવવાની યોજના બનાવી રહ્યો હતો. તેણે તેનું ષડયંત્ર રેકોર્ડ પણ કર્યું હતું. કોર્ટે કહ્યું હતું કે તેને ત્યાં સુધી ન છોડવો જોઇએ જ્યાં સુધી તે લોકો માટે ખતરો છે. તે ડિસેમ્બર 2018માં પેરોલ પર જેલમાંથી છૂટ્યો હતો.

X
આતંકવાદી ઉસ્માન ખાન(ડાબેથી ચોથો) 2012માં બોમ્બ વિસ્ફોટનું ષડયંત્ર રચવામાં દોષિત જાહેર કરાયો હતો, તેની સાથે અન્ય 5 લોકોને પણ પકડવામાં આવ્યા હતા, ફાઇલ ફોટોઆતંકવાદી ઉસ્માન ખાન(ડાબેથી ચોથો) 2012માં બોમ્બ વિસ્ફોટનું ષડયંત્ર રચવામાં દોષિત જાહેર કરાયો હતો, તેની સાથે અન્ય 5 લોકોને પણ પકડવામાં આવ્યા હતા, ફાઇલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી