બ્રિટન / પાકિસ્તાની નેતાની લંડનમાં ધરપકડ , સમર્થકોને કાયદો હાથમાં લેવા માટે પ્રેરવાનો આરોપ

  •  મુત્તાહિદા કોમી મૂવમેન્ટના અધ્યક્ષ છે હુસૈન, ભાગલા બાદ પાકિસ્તાન આવેલા લોકો માટે કામ કરે છે 
  •  અલ્તાફ પાકિસ્તાન આર્મી અને ISI વિરોધી નિવેદન આપે છે 

Divyabhaskar.com

Jun 12, 2019, 02:10 PM IST

લંડનઃ પાકિસ્તાની નેતા અને મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ(MQM)ના સંસ્થાપક અલ્તાફ હુસૈનની લંડનમાં ધરપકડ કરાઈ છે. 15 અધિકારીઓની ટીમે મંગળવારે સ્કોટલેન્ડ યાર્ડમાં રેડ પાડીને અલ્તાફની ધરપકડ કરી છે. 65 વર્ષના હુસૈન પર 2016માં ભડકાઉ ભાષણ આપવા અને સમર્થકોને કાયદો હાથમાં લેવાની અપીલ કરવાનો આરોપ છે.

પોલીસ પ્રમાણે, મેટ્સ કાઉન્ટર ટેરરિઝમ કમાન્ડના અધિકારી આ સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે. અલ્તાફ પહેલા પણ ઘણી વખત આ પ્રકારના ભાષણ આપી ચુક્યા છે. પોલીસની ટીમ ઓગસ્ટ 2016 અને તેના પહેલા આપેલા તમામ ભાષણોની તપાસ કરી રહી છે.

MQMના સૂત્રોએ ધરપકડની પુષ્ટિ કરીઃ પાકિસ્તાની મીડિયામાં આવેલા સમાચારો પ્રમાણે, MQMના સૂત્રોએ અલ્તાફની ધરપકડની પુષ્ટી કરી છે. સાથે જ લંડન પોલીસે અલ્તાફનું નામ લીધા વિના જણાવ્યું છે કે, 60 વર્ષના એક વ્યક્તિની લંડનના ઉત્તર-પશ્વિમ વિસ્તારમાંથી ધરપકડ કરાઈ છે. તેની ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં કલમ 44 હેઠળ ધરપકડ કરાઈ છે. તેને પોલીસ ક્રિમિનલ એવિડેન્સ એક્ટ હેઠળ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.

અલ્તાફ પાસે બ્રિટિશ નાગરિકતાઃ અલ્તાફ 1990થી યુકેમાં રહે છે. તેને બ્રિટિશ નાગરિકતા પણ મળી ગઈ છે. તેની રાજકીય પાર્ટી પહેલા જ તૂટી ચુકી છે. MQM છેલ્લા ત્રણ દાયકાઓમાં પાકિસ્તાનમાં પ્રભુત્વમાં આવી છે. જેનો સૌથી વધારે પ્રભાવ કરાચીમાં છે. આ પાર્ટી 1947ના ભાગલા બાદ ભારતમાંથી પાકિસ્તાન ગયેલા લોકો માટે કામ કરે છે.

પાકિસ્તાને પ્રત્યર્પણની માગ કરીઃ અલ્તાફ ટીવી અને ટેલીફોનના આધારે સમર્થકોને ભાષણ આપતો રહે છે. તેઓ હંમેશા પાકિસ્તાન આર્મી અને ISIની વિરોધમાં બોલતો રહે છે. અલ્તાફ તેમના કાર્યકર્તાઓને હિંસા માટે પણ પ્રેરે છે. પાકિસ્તાની સરકારે ટ્રાયલ માટે અલ્તાફના પ્રત્યર્પણની માગ કરી છે

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી