રિપોર્ટ / પાકિસ્તાન ડિપ્લોમેટિક મિશનોના માધ્યમથી ભારતમાં આતંકી પ્રવૃત્તિઓ માટે નકલી નોટ મોકલી રહ્યું છે

Pakistan sends counterfeit notes for terrorist activities in India through diplomatic missions

  • રિપોર્ટ પ્રમાણે- નકલી નોટ મોકલવા પાકિસ્તાન નેપાળ, બાંગ્લાદેશ સહિત અન્ય દેશોમાં તેના ડિપ્લોમેટિક ચેનલ્સનો ઉપયોગ કરી રહ્યું છે
  • 'ભારતમાં નકલી નોટ ઘૂસાડવા માટે પાકિસ્તાનની ઘણી ગેન્ગ અને આખુ તંત્ર તેમાં લાગેલું છે'

Divyabhaskar.com

Oct 09, 2019, 01:25 PM IST

લંડન: 8 નવેમ્બર 2016ના પીએમ મોદીએ નોટબંદી દ્વારા આતંકી ગતિવિધિઓ પર લગામ કસવાની પહેલ કરી હતી. પરંતુ હવે પાકિસ્તાને તેનો ઉકેલ પણ શોધી લીધો છે. એક રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન વધુ સારી ગુણવત્તા વાળી ભારતીય ચલણની નકલી નોટ ભારતમાં મોકલી રહ્યું છે. આમ કરવા પાછળ તેનો ઉદ્દેશ્ય લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોની આતંકી ગતિવિધિઓને વેગ આપવાનો છે. ભારતમાં નકલી નોટ મોકલવા માટે પાકિસ્તાન નેપાળ, બાંગ્લાદેશ સહિત અન્ય દેશોમાં તેના ડિપ્લોમેટિક ચેનલનો ઉપયોગ કરી રહ્યું છે.

ન્યૂઝ એજન્સી પ્રમાણે વરિષ્ઠ અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે પાકિસ્તાન તરફથી મોટા પ્રમાણમાં નકલી કરન્સી 2016 પહેલાના સિસ્ટમનો ઉપયોગ કરીને પાકિસ્તાન તરફથી મોકલવામાં આવી રહી છે. ભારતમાં નકલી નોટ પ્રવેશ કરાવવા માટે પાકિસ્તાનની ઘણી ગેંગ અને આખુ તંત્ર લાગેલું છે. સૂત્રો પ્રમાણે પાકિસ્તાનની જાસુસી સંસ્થા નકલી નોટ બનાવવાની સાથે એ વાતનું પણ ધ્યાન રાખે છે કે તેની ક્વોલિટી વધુ સારી હોય.

નેપાળથી પાકિસ્તાની ગેંગસ્ટરની ધરપકડ
ભારતના વોન્ટેડ આતંકી દાઉદ ઈબ્રાહિમની ગેંગથી જોડાયેલા અપરાધી યુનુસ અંસારીને આ વર્ષે મે મહિનામાં પાકિસ્તાનના 3 નાગરિકો સાથે પકડવામાં આવ્યો હતો. તેની પાસેથી 7.67 કરોડ ભારતીય રૂપિયા મળ્યા હતા. અંસારીને પૈસાનો આ જથ્થો પાકિસ્તાનના સ્મગ્લર રઝાક મરફાની દ્વારા પહોંચાડવામાં આવ્યો હતો. અમુક વર્ષો પહેલા જ અંસારીને કાઠમંડૂમાં પકડવામાં આવ્યો હતો. તેના પર એક ભારતીય ડિપ્લોમેટ પર હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ હતો.

બાંગ્લાદેશ સુધી નેટવર્ક ફેલાયેલું છે
25 સપ્ટેમ્બરે ઢાકા પોલીસે લગભગ 49 લાખ રૂપિયાની નકલી નોટ પકડી હતી. દુબઈની એક વ્યક્તિ સલમાન શેરાએ બાંગ્લાદેશના સિલહટમાં કુરિયરથી એક પાર્સલ મોકલ્યું હતું. એવી આશંકા હતી કે આ પાર્સલને ઢાકાથી શ્રીનગર મોકલવાનું હતું. અધિકારીઓનું કહેવું છે કે સલમાન શેરા આઇએસઆઇ માટે નકલી નોટોની હેરાફેરી કરનાર અસલમ શેરાનો દીકરો છે. સલમાન આ ધંધામાં 1990ના દાયકાથી સક્રિય છે.

X
Pakistan sends counterfeit notes for terrorist activities in India through diplomatic missions
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી