ધમકી / કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે પાકિસ્તાન મદદ માટે તૈયારઃ અલ-કાયદાનો આકા જવાહિરી

Pakistan ready to help terrorism in Kashmir: Akwa al-Zawahiri of Al-Qaeda

  •  જવાહિરીએ કહ્યું કે, જેહાદની લડાઈ સ્થાનિક નથી પણ દુનિયાભરના મુસલમાનની છે
  •  જવાહિરીએ જેહાદીઓને કહ્યું કે, સતત ભારતીય સેના અને સરકારને હેરાન કરતા રહો

Divyabhaskar.com

Jul 10, 2019, 06:04 PM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃ આતંકી ગ્રુપ અલ-કાયદાના આકા અલ જવાહિરીએ ભારતીય સેના અને સરકારને જમ્મુ-કાશ્મીર મામલે ધમકી આપી છે. બુધવારે એક અમેરિકી સંસ્થાનના જર્નલમાં જવાહિરીનો એક મેસેજ સામે આવ્યો હતો. આ મેસેજમાં જવાહિરીએ કાશ્મીરીઓને આતંકી પ્રવૃતિઓ વધારવા માટે ઉશ્કેર્યા છે

ફાઉન્ડેશ ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસિજ લોન્ગ વોર જર્નલ(અમેરિકા)ના અહેવાલથી જવાહિરીએ દાવો કર્યો કે, ભારતીય સેના અને સરકારને હેરાન કરવામાં પાકિસ્તાની સેના અને સરકાર જેહાદીઓની મદદ કરવા માટે તૈયાર છે. જો કે આ વીડિયોમાં જે મેસેજ છે તેમાં જાકિર મૂસાની તસવીર જોવા મળી હતી, જેને સુરક્ષાબળોએ મે મહિનામાં ઠાર માર્યો હતો.

કાશ્મીરને ન ભૂલશોઃઅલ-જવાહિરી

  • જર્નલ પ્રમાણે જવાહિરીએ લખ્યું કે, કાશ્મીરને ભૂલશો નહીં, કાશ્મીરના મુજાહિદ્દીને આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે હાલમાં ભારતીય સેના અને સરકારને હેરાનગતિ ચાલુ રાખવામાં આવે. જેનાથી ભારતીય અર્થવ્યવસ્થા અને ભારતના સંસાધનોને નુકસાન પહોંચાડી શકાય છે.
  • થોમસ જોસલિનના જર્નલમાં પ્રકાશિત થયેલા લેખમાં કહેવામાં આવ્યું છે કે, અલકાયદા કાશ્મીરમાં એક અપસ્ટાર્ટ ગ્રુપ ઊભુ કરી રહ્યાં છે જેથી જેહાદ મુવમેન્ટને હવા આપીને ભારતીય સેના વિરુદ્ધ તહેનાત કરી શકાય. અલ-કાયદાના મેસેજથી સરહદ પારથી આતંકીઓને મળતી મળનારી પાકિસ્તાની મદદની વાત પણ સ્પષ્ટ થઈ ગઈ છે.
  • જર્નલમાં જવાહિરીએ દાવો કર્યો છે કે પાકિસ્તાની સેના અને સરકાર પણ ઘણા રાજકીય ઉદ્દેશોને પુરા કરવા માટે મુજાહિદ્દીનની મદદ કરવા માટે તૈયાર છે. પાકિસ્તાનની સીમા પર ભારત સાથે વિવાદ ચાલુ છે. અમેરિકી ઈન્ટેલિજન્સ તેને મેનેજ કરવામાં લાગી ગયા છે.
  • જર્નલમાં જવાહિરીએ જણાવ્યું કે, હું લોકો સામે સ્પષ્ટ કરી દવ છું અમે એક સમુદાય છીએ અમારો જેહાદ પણ એક છે. અફઘાનિસ્તાનમાં અમેરિકા વિરુદ્ધ ચાલી રહેલો જેહાદ દરેક મુસલમાનની જવાબદારી છે. જ્યાં સુધી અમેરિકાને હરાવી નહીં દઈએ, ત્યાં સુધી દરેક એકજૂથ થઈને રહેવું પડશે.
X
Pakistan ready to help terrorism in Kashmir: Akwa al-Zawahiri of Al-Qaeda
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી