ઈમરાને સ્વીકાર્યું- પરંપરાગત યુદ્ધમાં ભારત પાકિસ્તાનને હરાવી શકે છે, પરંતુ પાક.માં અંત સુધી લડવાનો દમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઈમરાને ઈન્ટરવ્યુમાં કહ્યું- હારના સમયે બે ચીજ થઈ શકે - સેરન્ડર અથવા અતિમ સમય સુધી લડવું
  • ઈમરાન અગાઉ પણ એક ઈન્ટરવ્યુ દરમિયાન ભારત સાથે પરમાણુ યુદ્ધ કરવાની ધમકી આપી ચૂક્યો છે

ઈસ્લામબાદઃ જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એક વાર ફરી ભારત સાથે યુદ્ધની વાત કરી છે. જોકે આ વખતે ઈમરાને ભારત સાથેના પરંપરાગત યુદ્ધમાં પાકિસ્તાનને હારી મળી શકે છે તે વાતનો સ્વીકાર કર્યો છે. ઈમરાને બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ થવાની શકયતા હોવાની વાતનો ઈશારો કર્યો હતો.
તેણે કહ્યું કે જો કોઈ દેશ પરંપરાગત યુદ્ધમાં હારવા લાગે તો તેની પાસે બે વિકલ્પ હોય છે; એક તો તે સમર્પણ કરે અથવા તો પછી અંત સુધી આઝાદીની લડાઈ. પાકિસ્તાન છેલ્લે સુધી લડાઈ લડે છે. તેના લીધે જ જયારે પરમાણુ શક્તિથી સંપન્ન દેશો લડશે તો તેના પોતાના પરિણામો હશે. 

યુદ્ધથી સમસ્યાનો અંત આવતો નથી
કતારના મીડિયા ગ્રુપ અલ ઝઝીરાને આપેલા ઈન્ટરવ્યુમાં ઈમરાને પોતે શાંતિપ્રિય હોવાની વાત કરી હતી. તેણે કહ્યું કે તે પહેલાથી જ યુદ્ધ વિરોધી વલણ ધરાવે છે. મારું માનવું છે કે યુદ્ધથી કોઈ સમસ્યાનો અંત આવતો નથી. પછી તે વિયેતનામની લડાઈ હોય કે  ઈરાકની. યુદ્ધના કારણે કેટલીક અન્ય મુશ્કેલીઓ જરૂરી ઉભી થઈ છે, જે એ મુશ્કેલીઓ કરતા પણ વધુ છે જેના કારણે યુદ્ધ થયું હતું. ઈમરાને કહ્યું કે  પાકિસ્તાન કયારે પણ પરમાણુ યુદ્ધ શરૂ કરશે નહીં.

વાંચો ઈમરાનના ઈન્ટરવ્યૂના મહત્ત્વના અંશ... 

સવાલ: ભારતે કલમ 370 હટાવી દીધી, એ વિશે શું કહેશો?
ઈમરાન ખાન: ભારતે કલમ 370 હટાવીને ગેરકાયદે રીતે કાશ્મીર હડપી લીધું છે. તેમણે એકતરફી રીતે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કર્યો છે. 

સવાલ: હવે ભારત સાથે વાતચીતની કોઈ શક્યતા છે?
ઈમરાન ખાન: ના, ભારત સાથે વાતચીતની હવે કોઈ શક્યતા નથી. જો કાશ્મીર મુદ્દાનું સમાધાન આંતરરાષ્ટ્રીય સ્તરે નહીં થાય, તો તે વૈશ્વિક વેપારને પ્રભાવિત કરી શકે છે. આ જ કારણથી અમે યુએનનો સંપર્ક કર્યો છે. 

સવાલ: મધ્યસ્થી માટે હવે કોઈ બીજા મંચ પર જશો?
ઈમરાન ખાન: અમે દરેક આંતરરાષ્ટ્રીય મંચનો સંપર્ક કરીને તેમને આ મુદ્દે દરમિયાનગીરી કરવાનું કહી રહ્યા છીએ કારણ કે, આ એક મોટી મુશ્કેલી છે, જે ભારતીય ઉપખંડમાં તણાવ સર્જશે. 

સવાલ: એફએટીએફ પાક.ને બ્લેક લિસ્ટ કરી શકે છે?
ઈમરાન ખાન: અમે ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સના અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ. અમે તેમને કહી રહ્યા છીએ કે, કેવી રીતે આતંકીઓ સામે સખ્ત કાર્યવાહી કરી રહ્યા છીએ. જો બ્લેકલિસ્ટની કાર્યવાહી થશે, તો તે અમારા અર્થતંત્ર સામે અયોગ્ય કાર્યવાહી હશે. 

સવાલ: લોકો કહે છે કે, તમે યુ-ટર્ન પીએમ થઈ ગયા છો?
ઈમરાન ખાન: જો લોકો મને યુ ટર્ન પીએમ કહે છે કે, મને ખોટું નથી લાગતું. યુ ટર્ન ફક્ત બેવકૂફ લોકો જ ના લઈ શકે. અમારા યુ ટર્ન સકારાત્મકતા માટે છે. ભારત સાથેના સંબંધ ખરાબ સમયમાં છે. આજે ચીન સાથેના સંબંધ પહેલા કરતા વધુ સારા થયા છે. 

સવાલ: પાક.માં અભિવ્યક્તિની આઝાદી છીનવાઈ રહી છે?
ઈમરાન ખાન:  આવી વાતો બકવાસ છે. પાકિસ્તાન દુનિયાના એ દેશોમાં સામેલ છે, જ્યાં મીડિયાને સૌથી વધુ આઝાદી છે. આજે પત્રકારોને જેટલી છૂટ છે, તે અભૂતપૂર્વ છે. મેં સત્તામાં આવ્યા પછી એવા અનેક કામ કર્યા છે, જે જૂની સરકારો નહોતી કરી શકી.

સવાલ: શું પાકિસ્તાનને ભારત સામે વધુ એક યુદ્ધની આશંકા છે, શું કહેશો?
ઈમરાન ખાન: જમ્મુ કાશ્મીરના લોકો છ અઠવાડિયાથી ઘરોમાં કેદ છે. અમે તેમની સ્થિતિ દુનિયાને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેનાથી તણાવ છે. પાકિસ્તાન ક્યારેય પરમાણુ યુદ્ધ શરૂ નહીં કરે. અમે માનીએ છીએ કે, યુદ્ધ સમસ્યાઓનું સમાધાન નથી. આ સ્થિતિમાં ગમે ત્યારે તણાવ વધી શકે છે. હું જાણું છું કે, જો બે પરમાણુ સંપન્ન દેશ વચ્ચે યુદ્ધ થાય છે, તો મને શંકા છે કે તેનો અંત પરમાણુ યુદ્ધ સાથે થશે. ત્યારે અમે શરણાગતિ કરવાના બદલે પરમાણુ હુમલાનો આખરી વિકલ્પ અજમાવતા પાછીપાની નહીં કરીએ. 

અન્ય સમાચારો પણ છે...