ભાસ્કર ખાસ / ટ્રમ્પની ભારત યાત્રાથી પાકિસ્તાન પરેશાન, ઈમરાનની અપીલ- આવતા-જતાં અહીં પણ ચોક્કસ રોકાજો

Trump's visit to India disturbs Pakistan, Imran's appeal - stay here as well as stay

  • પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને વ્હાઈટ હાઉસ સુધી પહોંચ વધારવા ફર્મની મદદ પણ લીધી
  • ઈમરાનનો પ્રયત્ન- ભારત આવતા અથવા પરત ફરતી વખતે ટ્રમ્પ થોડો સમય પાકિસ્તાનમાં રોકાય
  • અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવશે, તેનાથી પાક.ની ચિંતા વધી 

Divyabhaskar.com

Jan 21, 2020, 09:45 AM IST

ઈસ્લામાબાદથી શાહ જમાલ: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવવાના છે. આ વાતથી પાકિસ્તાનની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને વડાપ્રધાન ઈમરાન ખાનની બેચેની વધી ગઈ છે. તેઓ પ્રયત્ન કરી રહ્યા છે કે, ભારત આવતા અથવા પરત ફરતી વખતે ટ્રમ્પ થોડા સમય માટે પાકિસ્તાનમાં રોકાય, પણ આવું થાય તેવી શક્યતા ઓછી લાગી રહી છે.

ઓફિશિયલ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈમરાન ખાન એટલે પણ વધારે ચિંતિત છે કારણ કે તેઓ વડાપ્રધાન બન્યા પછીથી સતત પ્રયત્ન કરી રહ્યા છે કે, ટ્રમ્પ એક વખત પાકિસ્તાનની મુલાકાતે આવે. ઈમરાનના એક ખાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પ પાસે હાલ પાકિસ્તાનમાં રોકાવાનું કોઈ કારણ નથી તે ઉપરાંત સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને પણ તેઓ પાકિસ્તાન આવવાનું ટાળી રહ્યા છે. આ વાત ઈમરાનને જણાવી દેવામાં આવી છે.

દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઈમરાન નિષ્ફળ
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઈમરાન મોંઘવારી, અર્થવ્યવસ્થા અને બેરોજગારી જેવા મુદ્દાઓનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીર સહિત અન્ય મુદ્દાઓ પર મુસ્લિમ દેશો અને વિશ્વ બરોબરીમાં પોતાનો પક્ષ રજૂ કરવામાં અસફળ રહ્યા છે. આ સંજોગોમાં ટ્રમ્પનું ભારત જવુ અને પાકિસ્તાનને ટાળવું એક મોટો ઝટકો સાબીત થઈ શકે છે. ઈમરાને વિશ્વાસ અપાવ્યો છે કે, ટ્રમ્પ ચોક્કસથી પાકિસ્તાન આવશે અને તેનાથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં નવો જીવ આવશે. ગયા ગુરુવારે સંસદમાં પણ ઈમરાન ખાને આ વાતનું પુનરાવર્તન કર્યું હતું. અમેરિકા સુધીની પહોંચ મજબૂત કરવા પાકિસ્તાન સરકારે ગયા વર્ષે જુલાઈમાં હોલેન્ડ એન્ડ નાઈટ ફર્મ સાથે કરાર કર્યા હતા પરંતુ તેનાથી પણ કોઈ ખાસ ફાયદો થયો નથી.

જોકે નિષ્ણાતોનું કહેવું છે કે, જો ટ્રમ્પ પાકિસ્તાનની મુલાકાત લેશે તો આવું 14 વર્ષ પછી પહેલીવાર થશે કે પાકિસ્તાનની ધરતી પર કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ આવશે. આવું પહેલીવાર થશે કે લોકતાંત્રિક શાસનમાં અમેરિકન પ્રમુખ આવશે. આ પહેલાં પાંચેય અમેરિકન રાષ્ટ્રપતિએ સૈન્ય શાસન દરમિયાન પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. હવે દરેકની નજર એના પર છે કે, ટ્રમ્પ તેમના મિત્ર ઈમરાનને નિરાશ કરશે કે તેમની વાત માનશે.

X
Trump's visit to India disturbs Pakistan, Imran's appeal - stay here as well as stay
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી