સુરત-એ-હાલ  / ધૂંધવાયેલા ઈમરાન હવે પાકિસ્તાનની આઝાદી પીઓકેમાં મનાવશે, ભારતના વિરોધમાં રેલી કરશે 

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ફાઇલ તસવીર
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ફાઇલ તસવીર

  • 15 ઓગસ્ટે પાકિસ્તાન મનાવશે કાળો દિવસ 
  • આર્મી ચીફ બાજવા પીઓકે પહોંચ્યા, કહ્યું- કાશ્મીરની પ્રજાનું સમર્થન કરીશું
  • પાક. સરકારે ‘કાશ્મીર બનશે પાકિસ્તાન’ નારો લખીને લોકો સુધી પહોંચાડ્યો 

Divyabhaskar.com

Aug 14, 2019, 03:43 AM IST

ઈસ્લામાબાદ/નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં કલમ 370માં ફેરફારથી ધૂંધવાયેલા પાકિસ્તાને એક પછી એક ઉતાવળિયા પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. હવે વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મનાવવાનો નિર્ણય કર્યો છે. તેઓ પીઓકેમાં પાકિસ્તાનનો ઝંડો લહેરાવશે. આ ઉપરાંત પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદમાં ત્યાંની વિધાનસભાને પણ સંબોધિત કરશે અને સર્વપક્ષીય બેઠક કરશે. આ સિવાય કાશ્મીરની પ્રજાના સમર્થનમાં ભારતવિરોધી રેલી કાઢવાની પણ તેમણે જાહેરાત કરી છે. પાકિસ્તાને 15મી ઓગસ્ટે દેશભરમાં કાળો દિવસ મનાવવાનું પણ એલાન કર્યું છે. પાકિસ્તાન સરકારે કાશ્મીર એકજૂટતા દિવસ માટે એક વિશેષ લોગો પણ જારી કર્યો છે, જેના પર લખ્યું છે કે ‘કાશ્મીર બનેગા પાકિસ્તાન’. ઈમરાને મંગળવારે ઈન્ડોનેશિયાના પ્રમુખ સાથે વાત કરીને કાશ્મીર મુદ્દે સમર્થન માંગ્યું હતું. બીજી તરફ, પાક. સેના પ્રમુખ જનરલ કમાર જાવેદ બાજવા પણ પીઓકે પહોંચ્યા હતા. બાજવાએ કહ્યું કે અમે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય કરવાના પ્રયાસ શરૂ કર્યા છે.

પ્રોપેગેન્ડા: પાક.ના મંત્રી-સેના સાથે જોડાયેલા લોકો કાશ્મીરના ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે
પાકિસ્તાનના મંત્રી, સેના સાથે સંકળાયેલા લોકો કાશ્મીરને લઈને ફેક ટિ્વટ કરીને અફવા ફેલાવી રહ્યા છે, જેથી દુનિયામાં ભારતીય સુરક્ષાદળોની છબિ ખરાબ કરી શકાય. વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ચૌધરી ફવાદ હુસૈને ટિ્વટ કરી હતી કે ભારતીય સેનાના પંજાબી સૈનિકોને કાશ્મીરમાં જુલમનો હિસ્સો બનવાનો ઈનકાર કરી દેવો જોઈએ. પૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિકે ટિ્વટ કરી કે ભારતીય સેના જમ્મુ-કાશ્મીરમાં હેલિકોપ્ટરોથી હુમલા કરી રહી છે. આ મુદ્દે કાશ્મીર પોલીસે તુરંત ટિ્વટ કરીને જવાબ આપ્યો હતો કે, આ વાત બિલકુલ ખોટી છે.

કાર્યવાહી: ગૃહમંત્રાલયે 100થી વધુ ફેક એકાઉન્ટ્સની યાદી તૈયાર કરી
જમ્મુ-કાશ્મીરના ફેક ન્યૂઝ ફેલાવવા બદલ ગૃહમંત્રાલય 100થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. મંગળવારે મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલોજીમાં ગૃહમંત્રાલય, આઈબી, મિલિટરી ઈન્ટેલિજન્સ અને સૂચના પ્રસારણ મંત્રાલયના અધિકારીઓની એક બેઠક થઈ હતી. તેમાં આઈબી, એમઆઈ, એમએચએએ એ વિવાદાસ્પદ એકાઉન્ટ્સની યાદી આપી, જે કાશ્મીર મુદ્દે ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે. હવે આવાં 100 એકાઉન્ટ્સ પ્રતિબંધિત કરાશે. આ દરમિયાન ટિ્વટરે પણ સરકારના આદેશથી 8માંથી ચાર એકાઉન્ટ્સ બ્લોક કરી દીધાં છે.

યુએનમાં પાક.ના પ્રતિનિધિ મલીહાને યુવકે ચોર કહી...
યુએનમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ મલીહા લોધીને તેમના જ દેશના એક યુવકે ચોર કહેતા વિવાદ થયો હતો. તેણે કહ્યું કે, પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાનો તમને હક નથી. તમે યુએનમાં 15-20 વર્ષથી શું કરો છો? તમે અમારું પ્રતિનિધિત્વ નથી કરતા. તમે અમારા પૈસા ચોર્યા છે.

X
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ફાઇલ તસવીરપાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી