દુર્ઘટના / પાકિસ્તાનમાં પેસેન્જર ટ્રેન અને માલગાડીમાં ટક્કર; 11ના મોત, 60 ઘાયલ

Pakistan passenger train and goods train collision; 11 dead, 60 wounded
Pakistan passenger train and goods train collision; 11 dead, 60 wounded

  • પંજાબ પ્રાંતના વલ્હાર રેલવે સ્ટેશન પર લૂપલાઇમાં ઉભેલી માલગાડીને પેસેન્જર ટ્રેને ટક્કર મારી
  • પીએમ ઇમરાન ખાને રેલવે મંત્રીને ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો

Divyabhaskar.com

Jul 11, 2019, 03:41 PM IST

લાહોર: પાકિસ્તાનના પૂર્વી પંજાબ પ્રાંતમાં એક પેસ્ન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થઇ જેમાં 11 લોકાનું મૃત્યુ થયું છે. આ ઘટનામાં 60 લોકો ઘાયલ થયાં છે. રેડિયો પાકિસ્તાને જણાવ્યું કે અકબર એક્સપ્રેસ પંજાબ પ્રાંતના સાદિકાબાદ તાલુકાના વલ્હાર રેલવે સ્ટેશન પર ઉભેલી માલગાડી સાથે ટકરાઇ ગઇ હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે માલગાડી સ્ટેશન પર લૂપલાઇનમાં ઉભી હતી. ત્યાં પેસેન્જર ટ્રેન મેન લાઇન પર જવાની જગ્યાએ ખોટા ટ્રેક પર ચાલી ગઇ. પોલીસ અધિકારી ઉમર સલામતે કહ્યું કે 11 મૃતકોમાં એક મહિલા છે જ્યારે ઘાયલ થયેલા 60માં 9 મહિલાઓ અને 11 બાળકો છે.

પેસેન્જર ટ્રેનનું એન્જિન ક્ષતિગ્રસ્ત

પોલીસે કહ્યું કે આ ઘટનામાં અકબર એક્સપ્રેસનું એન્જિન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયું. ત્રણ ડબ્બાઓનો પણ નુકસાન થયુંય જિયો ન્યૂઝે કહ્યું કે ઘાયલોને સાદિકાબાદ અને રહીમ યાર ખાન શહેરના હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. હાઇડ્રોલિક કટરથી મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.

X
Pakistan passenger train and goods train collision; 11 dead, 60 wounded
Pakistan passenger train and goods train collision; 11 dead, 60 wounded
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી