• Home
  • International
  • Pakistan news and updates|Terrorist Hafiz to be released after FATF verdict, will challenge ATC court's decision in High Court

પાકિસ્તાનના દાવપેચ / એક રિપોર્ટ મુજબ આતંકી હાફિઝ છૂટી શકે છે, ભારતે જૈશે બાલાકોટમાં આતંકી ટ્રેનિંગ માટે 2 બિલ્ડીંગ બનાવી હોવાનો દાવો કર્યો

Pakistan news and updates|Terrorist Hafiz to be released after FATF verdict, will challenge ATC court's decision in High Court

  • ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક 16 ફેબ્રુઆરીના રોજ પેરિસમાં થશે, આતંકીઓ પર કાર્યવાહી ન કરવાના કારણે પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં છે 
  • સઈદના વકીલનો દાવો, મારા ક્લાઈન્ટને માત્રને માત્ર FATFના દબાણના કારણે સજા સંભળાવવામાં આવી છે, નિર્ણયમાં જાણી જોઈને છૂટ છાટ અપાઈ છે.

Divyabhaskar.com

Feb 15, 2020, 10:15 AM IST

લાહોરઃ મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ(FATF)ની બેઠક બાદ છોડવામાં આવી શકે છે. હાફિઝને સજા આપવાના નિર્ણયમાં જાણી જોઈને થોડી છૂટ છાટ આપવામાં આવી રહી છે. પાકિસ્તાની છાપા ડોનના જણાવ્યા પ્રમાણે, સઈદના વકીલનો દાવો છે કે તેમના ક્લાઈન્ટને માત્રને માત્ર FATFના દબાણના કારણે સજા સંભળાવવામાં આવી છે. તે આતંકરોધી કોર્ટ(ATC)નિર્ણયને લાહોર હાઈકોર્ટમાં પડકારશે. હાફિઝ અને તેમના સહયોગીને લાહોરના ATCએ ટેરર ફંડિંગના બે કેસમાં 12 ફેબ્રુઆરીએ પાંચ વર્ષની સજા સંભળાવી હતી.

FATFની બેઠક 16મી ફેબ્રુઆરીએ પેરિસમાં યોજાશે. આ બેઠકમાં પાકિસ્તાન પર આર્થિક પ્રતિબંધ લગાવવા અંગે અંતિમ નિર્ણય લેવાશે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં FATFએ આતંકી પ્રવૃત્તિઓ રોકવામાં નિષ્ફળ રહેવા અંગે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાંખી દીધું હતું. આ સાથે જ ભારતે દાવો કર્યો છે કે જૈશ-એ-મોહમ્મદે આતંકીઓની ટ્રેનિંગ માટે બાલાકોટમાં બિલ્ડિંગ બનાવી છે.

જમાત-ઉદ-દાવાના ઘણા આતંકીઓ સાથે સંબંધ
હાફિઝના સંગઠન જમાત-ઉદ-દાવાનો અફઘાન તાલિબાન, અલકાયદા અને પંજાબી તાલિબાન જેવા ઘણા આતંકી સંગઠનો સાથે સંબંધ છે. પાકિસ્તાની સેના દ્વારા પણ હાફિઝની મદદ કરવાની વાત સામે આવતી રહે છે. સેના જમાત-ઉદ-દાવા અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકી સંગઠનોને પ્રશિક્ષણ , પૈસા અને ક્યાંય પણ આવવા જવાની સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે. ઘણા આતંકી સંગઠન ડ્રગ્સના ગેરકાયદે વેપારમાં સામેલ છે અને સારી કમાણી કરી રહ્યા છે. આ પૈસાથી આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે.

જૈશ પોતાની સુવિધા વધારી રહ્યું છે
ભારતીય ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો છે કે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં તેમની સુવિધાઓ વધારી રહ્યું છે. આનાથી બાલાકોટ ખાતે આવેલા તેમના ટ્રેનિંગ કેન્દ્રમાં બે નવી બિલ્ડીંગ બનાવી છે. જૈશના આ કેન્દ્ર પર ભારતીય વાયુસેનાએ ગત વર્ષે 26 ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઈક કરી હતી. ભારતનો દાવો હતો કે હુમલામાં 200-300 આતંકી માર્યા ગયા હતા. જો કે, પાકિસ્તાને કોઈ પણ પ્રકારના નુકસાનનો ઈન્કાર કર્યો હતો.

X
Pakistan news and updates|Terrorist Hafiz to be released after FATF verdict, will challenge ATC court's decision in High Court

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી