તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જાલંધરઃ શીખ ધર્મના પવિત્ર તીર્થ સ્થળ કરતારપુર સાહિબ જવા માટે તૈયાર કરવામાં આવેલા કોરિડોર 9મી નવેમ્બર શરૂ કરવામાં આવ્યો હતો. 12મી નવેમ્બરે ગુરુ નાનક દેવજીના 550માં પ્રકાશ પર્વ હતું. અત્યાર સુધીમાં આશરે બે મહિનાનો સમય પસાર થઈ ગયો છે. આ સમય દરમિયાન પાકિસ્તાનના કરતારપુર સાહિબ જનારા શ્રદ્ધાળુઓ પાસેથી ફક્ત રૂપિયા 4.82 કરોડની કમાણી થઈ છે, જે પાકિસ્તાનના ચલણ પ્રમાણે મૂલ્ય રૂા.10.52 કરોડ થાય છે. જોકે, કરતારપુર કોરિડોરથી પાકિસ્તાનને પ્રત્યેક મહિને 21 કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ હતો, પરંતુ છેલ્લા બે મહિનામાં આ શક્ય બન્યું નથી. પાકિસ્તાને અગાઉ જણાવ્યું હતું કે તે દરેક શ્રદ્ધાળુ પાસેથી 20 ડોલર (આશરે 1400 રૂપિયા) ફી વસુલ કરશે.
દરરોજ 5 હજાર શ્રદ્ધાળુ આવી શકે છે, સરેરાશ 550 જઈ રહ્યા છે
બન્ને દેશ વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે ભારતથી એક દિવસમાં 5 હજાર શ્રદ્ધાળુ કરતારપુર કોરિડોરના દર્શન માટે જઈ શકે છે. 7 જાન્યુઆરી સુદી 33,979 શ્રદ્ધાળુએ દર્શન કર્યા છે, જે સરેરાશ દૈનિક 550 છે. નવેમ્બરમાં 11049, ડિસેમ્બરમાં 19,425 અને નવા વર્ષમાં 7 જાન્યુઆરી સુધી 3,505 જેટલા શ્રદ્ધાળુઓ દર્શન માટે ગયા છે. આ ઉપરાંત 5,746 શ્રદ્ધાળુ એવા પણ છે કે જે નોંધણી કરાવ્યા બાદ કરતારપુર સાહિબ દર્શન કરવા માટે ગયા નથી. અત્યાર સુધીમાં સૌથી વધારે 1962 શ્રદ્ધાળુ 15 ડિસેમ્બરના રોજ ગયા હતા.
નનકાના સાહિબ પર હુમલા બાદ શ્રદ્ધાળુઓની સંખ્યા મામુલી ઘટી
3 જાન્યુઆરીના રોજ પાકિસ્તાન સ્થિત નનકાના સાહિબ ગુરુદ્વારા પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટના બાદ કરતારપુર સાહિબ જતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં નજીવો ઘટાડો થયો છે. ઘટના બની તે દિવસે 3 જાન્યુઆરીના રોજ 392 ત્યારબાદ 4 જાન્યુઆરીના રોજ 572, 5 જાન્યુઆરીએ 938, 6 જાન્યુઆરીના રોજ 226 અને 7મી જાન્યુઆરીના રોજ 277 લોકોએ કરતારપુર સાહિબના દર્શન કર્યા હતા. આ ઉપરાંત 5 હજાર શ્રદ્ધાળુઓ એવા પણ હતા કે જેમણે નોંધણી કર્યા બાદ પણ કરતારપુર સાહિબ દર્શન કરવા ગયા ન હતા. અત્યાર સુધીમાં સૌથી વધારે 1962 શ્રદ્ધાળુ 15 ડિસેમ્બરના રોજ ગયા હતા.
પ્રસાદમાં હલવાને બદલે લાડુ
પાકિસ્તાન આસ્થાના નામે મોટો બિઝનેસ પ્લાન ધરાવતું હતું. પ્રસાદથી પણ સારી આવક મેળવવાની યોજના ધરાવે છે. ગુરુ મર્યાદા પ્રમાણે ગુરુદ્વારાઓમાં હલવાનો પ્રસાદ આપવામાં આવે છે, પરંતુ કરતારપુર ગુરુદ્વારામાં પાકિસ્તાને તેને બદલી નાંખ્યો છે. શ્રદ્ધાળુઓને બેસનની મિઠાઈનો પ્રસાદ આપવામાં આવશે. 100 ગ્રામ પ્રસાદ માટે પાકિસ્તાન દરે શ્રદ્ધાળુ પાસેથી રૂપિયા 151 નક્કી કર્યા છે.
લોકસભામાં પણ પ્રસાદનો મુદ્દો ઉપસ્થિત થયો હતો
લોકસભાના શિયાળુ સત્રમાં સાંસદ રવનીત સિંહ બિટ્ટુએ કહ્યું હતું કે કરતારપુર સાહિબથી પરત આવતા શ્રદ્ધાળુઓના પ્રસાદને સુરક્ષા એજન્સીઓના તપાસકર્તા કુતરાઓ દ્વારા સુંઘાડવામાં આવે છે. ગત કેટલાક દિવસો દરમિયાન નગર કિર્તન લઈ જતી વખતે સરહદ પર પાલખીમાંથી ગુરુ સાહિબને ઉતારવામાં આવ્યા. પ્રસાદને તપાસથી અલગ રાખવો જોઈએ.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.