સાર્ક દેશોની બેઠકમાં પાકિસ્તાનનું નાટક, વિદેશમંત્રી જયશંકરના ભાષણ દરમિયાન કુરૈશીની ગેરહાજરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમૂદ કુરૈશીએ સાર્કની બેઠકનો બહિષ્કાર કર્યો
  • શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈમરાન ખાનનું સંબોધન

ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્ર સિવાય ગુરુવારે ન્યૂયોર્કમાં દક્ષિણ એશિયાઈ સહયોગ સંગઠન(સાર્ક) દેશોની બેઠક થઈ હતી. આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીનો હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. તેમણે બેઠકમાં હાજરી આપવા માટે ઈન્કાર કરી દીધો હતો. ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરના ભાષણ દરમિયાન કુરૈશીની બેઠકમાં હાજર ન હતા. 
પાકિસ્તાનના આ વર્તન પર જયશંકરે સાર્ક નેતાઓ સામે તીવ્ર પ્રક્રિયા આપી પોતાનું ભાષણ ખતમ કરી બેઠકમાંથી નીકળી ગયા હતા. તેમણે અંદાજે 45 મિનિટ સુધી સાર્ક દેશોના પ્રતિનિધીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ બેઠકને ખતમ થવામાં અડધો કલાક જેટલો સમય હતો ત્યારે કુરૈશી આ બેઠકમાં સામેલ થયા હતા. ત્યારબાદ પાકિસ્તાનની સત્તારૂઢ પાર્ટી PTIએ  સાર્ક દેશોની બેઠકમાં કુરૈશીની ગેરહાજરી હોવાનું ટ્વીટ કર્યું હતું.

જયશંકરે ટ્વીટ કરીને પાકિસ્તાન પર નિશાન સાધ્યું- વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે, આ ફક્ત છૂટેલી તકોની કહાણી નથી, પણ જાણીજોઈને વ્હોરેલી મુશ્કેલીઓની પણ કહાણી છે. આતંકવાદ તેમની વચ્ચે છે. અમારું માનવું છે કે આતંકવાદને ખતમ કરવો અમારા ક્ષેત્રના અસ્તિત્વ માટેની પહેલી શરત છે.