થાઇલેન્ડ / પરીક્ષાના દિવસે પૌત્ર સૂતો રહ્યો, દાદીએ ઉઠાડવા માટે પોલીસ બોલાવી!

પોલીસકર્મી વિદ્યાર્થીને સ્કૂલે મૂકવા પણ ગયો
પોલીસકર્મી વિદ્યાર્થીને સ્કૂલે મૂકવા પણ ગયો

  • થાઇલેન્ડની રાજધાની બેંગકોકનો કિસ્સો
  • પોલીસકર્મીએ સમજાવ્યો, સ્કૂલે મૂકવા પણ ગયો

Divyabhaskar.com

Aug 14, 2019, 03:22 AM IST

બેંગકોક: સામાન્ય રીતે લોકો કોઇ ઘટના કે દુર્ઘટનાની સ્થિતિમાં પોલીસ બોલાવે છે પણ થાઇલેન્ડમાં એક વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે સ્કૂલે પહોંચવા ઊંઘમાંથી ન ઊઠતાં તેના દાદીએ પોલીસ બોલાવી લીધી. બેંગકોકનો આ વિદ્યાર્થી તેના દાદી સાથે રહે છે. દાદી પૌત્રને પરીક્ષા આપવા જવા માટે લાંબા સમય સુધી જગાડતા રહ્યા પણ તે ન ઊઠ્યો. તેનાથી પરેશાન થઇને તેમણે પોલીસ બોલાવી લીધી.

દાદીએ તેને તૈયાર કર્યો અને નવી પેન પણ આપી
ત્યાર બાદ ત્યાં પહોંચેલા પોલીસકર્મીએ વિદ્યાર્થીને ઊઠાડ્યો અને અભ્યાસનું મહત્વ સમજાવતાં કહ્યું- આ ઉંમરમાં અભ્યાસ ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીએ તેની વાત માની અને ઊઠ્યો. દાદીએ તેને તૈયાર કર્યો અને નવી પેન પણ આપી. પોલીસકર્મીએ વિદ્યાર્થીને પોતાના સ્કૂટર પર બેસાડ્યો અને તેને સ્કૂલે મૂકવા પણ ગયો. આ કિસ્સો થાઇલેન્ડ પોલીસે તેના ફેસબુક પેજ પર શૅર કર્યો છે.

X
પોલીસકર્મી વિદ્યાર્થીને સ્કૂલે મૂકવા પણ ગયોપોલીસકર્મી વિદ્યાર્થીને સ્કૂલે મૂકવા પણ ગયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી