સિડની / હવે બોલની અંદર ચિપ, બોલિંગ અને બેટિંગનો રિયલટાઈમ ડેટા મળશે

બોલ અને ચિપ.
બોલ અને ચિપ.

  • ઓસ્ટ્રેલિયાની કંપની કૂકાબુરાએ બોલની અંદર ચિપ ફિટ કરવાની ટેકનોલોજી વિકસાવી છે
  • એકવાર આ ચિપ લગાવીને બોલ સીવી દીધા પછી તે બહાર નીકળી શકશે નહીં અથવા તો તેને કોઈ નુકસાન પણ નહીં થાય

Divyabhaskar.com

Aug 13, 2019, 11:19 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટમાં લાલ બોલ, સફેદ બોલ, ગુલાબી બોલ પછી હવે ચિપવાળો બોલ આવી રહ્યો છે. ઇન્ટરનેશનલ મેચ માટે બોલ બનાવનાર ઓસ્ટ્રેલિયન કંપની કૂકાબુરાએ બોલની અંદર ચિપ ફિટ કરવાની ટેકનોલોજી વિકસાવી છે. એકવાર આ ચિપ લગાવીને બોલ સીવી દીધા પછી તે બહાર નીકળી શકશે નહીં અથવા તો તેને કોઈ નુકસાન પણ નહીં થાય.

આ કારણે ફાયદો એ થશે કે બોલિંગ અને બેટિંગ કરનારને રિયલ ટાઈમ ડેટા મળી શકશે. જ્યારે બોલર બોલ છોડવાની પોઝિશનમાં આવશે ત્યારે ચીફ ડેટા દર્શાવવા માંડશે.

બોલર્સને આ જાણકારી મળશે
બોલરના આર્મ રોટેશનનો એન્ગલ, રોટેશનની ઝડપ, બોલ છોડવાની ઝડપ અને રિલીઝ પોઈન્ટથી જમીનની ઊંચાઈ, બોલ પીચ પર ટપ્પો ખાદ્યા બાદ તેની ઝડપ અને બોલ બેટ્સમેન સુધી પહોંચે ત્યારની તેની ઝડપ ચિપમાં નોંધાઈ જશે અને રિયલ ટાઈમમાં સ્ક્રીન પર દેખાશે. સ્પોર્ટ્સ ટેક્નોલોજી પર કામ કરનાર ઑસ્ટ્રેલિયાઇ કંપની સ્પોર્ટ્સકોરે કૂકાબુરાની મદદથી ચિપવાળો બોલ તૈયાર કર્યો છે. ચિપવાળા બોલનો ડેટા ત્રણ ભાગમાં બતાવવામાં આવશે- રિલીઝ પોઇન્ટ ડેટા, પ્રિ બાઉન્સ ડેટા અને પોસ્ટ બાઉન્સ ડેટા.

બિગબેશ ટી-20 લીગથી આ બોલનો ઉપયોગ થશે
બિગ બેશ ટી-20 લીગમાં આ બોલનો પહેલી વાર ઉપયોગ થશે. જો તેમાં જો આ પ્રયાસ સફળ રહ્યો તો ઇન્ટરનેશનલ લેવેલે પણ તેનો ઉપયોગ થઇ શકે છે. જોકે તે પહેલા આઈસીસીની અનુમતિ પણ લેવી પડશે. એવું નથી કે ચિપવાળો બોલ જે ડેટા આપશે તે ઉપલબ્ધ જ નહતો. પરંતુ ડેટા બોલ ફેંકાઈ જાય ત્યારે મળતો હતો, જે હવે રિયલ ટાઈમમાં મળશે. તેમજ એકયુરેસિ લેવલ પણ વધશે.

બોલની અંદર સેન્સર લગાવીને સીવવામાં આવ્યો છે
સ્માર્ટ બોલ એટલે કે ચિપવાળા બોલમાં સિલાઈ કર્યા પહેલા તેની અંદર મૂવમેન્ટ સેન્સર લગાવવામાં આવે છે. તેની ઉપર પછી સિલાઈ કરવામાં આવે છે. સેન્સરને એક રબર ફ્રેમની અંદર રાખવામાં આવે છે, જેથી બોલના વજન, સ્વિંગ અને બાઉન્સ પર તેની કોઈ અસર ન પડે.

X
બોલ અને ચિપ.બોલ અને ચિપ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી