કોરોના વાઈરસનો ડર / ચીનથી પરત આવેલા ઓફિસર્સને કિમ જોંગ ઉને ગોળી મરાવી દીધી

ઉત્તર કોરિયાના તાનાશાહ કિંમ જોંગ ઉન
ઉત્તર કોરિયાના તાનાશાહ કિંમ જોંગ ઉન

આ ઓફિસરે ભૂલથી પબ્લિક બાથરુમનો ઉપયોગ કર્યો હતો, ત્યારપછી તેની હત્યા કરાઈ

Divyabhaskar.com

Feb 14, 2020, 04:39 PM IST

ઈન્ટરનેશનલ ડેસ્ક: ઉત્તર કોરિયાના શાસક કિંમ જોંગ ઉને ફરી એક વાર સાબિત કરી દીધું છે કે, કેમ તેમને દુનિયાના તાનાશાહ કહેવામાં આવે છે. અહીં એક નાનકડી ભૂલ થાય તો પણ મોતની સજા આપવામાં આવે છે. કોરોના વાઈરસના ઈન્ફેક્શન વિશે સમગ્ર દુનિયા તેનો ઈલાજ શોધી રહી છે ત્યારે ઉત્તર કોરિયામાં વાઈરસ ઈન્ફેક્ટેડ લોકોને વધુ સજા આપવામાં આવી રહી છે. રિપોર્ટ પ્રમાણે કોરોના વાઈરસના ઈન્ફેક્શનની શંતામાં ઉત્તર કોરિયાના એક અધિકારીને આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ આ અધિકારીએ ભૂલથી પબ્લિક બાથરુમનો ઉપયોગ કરી લીધો હતો અને આ ભૂલના કારણે તેને તેનો જીવ ગુમાવવો પડ્યો છે.

દક્ષિણ કોરિયાના ન્યૂઝ પેપર ડોન્ગ-એ-ઈલબોમાં જણાવ્યા પ્રમાણે, આ વ્યક્તિને ચીનથી પરત આવ્યા પછી એક અલગ જગ્યાએ રાખવામાં આવ્યો હતો. પરંતુ આ દરમિયાન આ અધિકારીએ ભૂલથી પબ્લિક બાથરુમનો ઉપયોગ કરી લીધો હતો. અધિકારી પર પબ્લિક બાથરુમનો ઉપયોગ કરીને કોરોના વાઈરસનું ઈન્ફેક્શન ફેલાવવા અને નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ આરોપના કારણે તે અધિકારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

યુકે મિરર રિપોર્ટ પ્રમાણે, ઉત્તર કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના એક અન્ય અધિકારીને પણ ચીનની યાત્રા કરવાની વાત છુપાવવાના કારણે દેશમાંથી બહાર કાઢી દેવામાં આવ્યો છે. દક્ષિણ કોરિયાના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઉત્તર કોરિયામાં કોરોના વાઈરસના ઘણાં કેસ સામે આવ્યા છે અને તેમાં ઘણાં લોકોના મોત થયા હોવાની પણ શંકા છે. જોકે પ્યોંગયાંગમાં વિશ્વ સ્વાસ્થય સંગઠનના અધિકારીઓનું કહેવું છે કે, તેમને હજી આ વિશે કોઈ માહિતી મળી નથી.

ઉત્તર કોરિયા એ વાત પર અડગ છે કે, તેમના ત્યાં કોરોના વાઈરસનો એક પણ કેસ નોંધાયો નથી. જોકે નિષ્ણાતો આ વાત માનવા તૈયાર નથી કે ચીનની સાથે સાથે 880 મીલની સીમા વાળા દેશમાં કોરોના વાઈરસનો એક પણ કેસ નોંધાયો નથી.

સેન્ટર ફોર ધી નેશનલ ઈન્ટ્રેસ્ટમાં કોરિન સ્ટડીઝના ડિરેક્ટર હેરી કાજીનિસે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, એવું શક્ય જ નથી કે ઉત્તર કોરિયા કોરોના વાઈરસના ઈન્ફેક્શનથી સંપૂર્ણ બચેલુ છે. તેઓ સ્પષ્ટ રીતે જુઠ્ઠુ બોલી રહ્યા છે. કારણકે તેઓ તેમની નબળાઈ જાહેર કરવા નથી માગતા અને પોતાની સત્તા ઉપર કોઈ પ્રકારનું જોખમ પણ ઉભુ થવા દેવા નથી માગતા. કિમ જોંગ ઉત્તર કોરિયા અને ચીનના ગેરકાયદે વેપાર પર જે રીતે નિર્ભર છે તેનાથી સ્પષ્ટ છે કે, ચીનથી ત્યાં વાઈરસ ફેલાયો જ હશે.

X
ઉત્તર કોરિયાના તાનાશાહ કિંમ જોંગ ઉનઉત્તર કોરિયાના તાનાશાહ કિંમ જોંગ ઉન

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી