ધીરજ ખૂટ્યા પહેલા અમેરિકા ચર્ચા આગળ વધારવાની યોગ્ય રીત અપનાવેઃ ઉત્તર કોરિયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  •  ઉત્તર કોરિયાએ કહ્યું - બન્ને દેશો વચ્ચે થયેલા શાંતિ કરારનું ભવિષ્ય અમેરિકાના હાથોમાં 
  • ગત વર્ષે જુનમાં ટ્રમ્પ સાથે મુલાકાત દરમિયાન કિમે પરમાણુ  નિઃશસ્ત્રીકરણનો વાયદો કર્યો હતો 

પ્યોંગ્યાંગઃ નોર્થ કોરિયાએ પોતાની પર લાગેલા પ્રતિબંધો અંગે અમેરિકાને ફરી એકવાર ધમકી આપી છે. સરકારે કોરિયાઈ સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીના કહ્યાં પ્રમાણે ,વોશિંગ્ટન મંત્રણા માટે ઝડપથી ડિપ્લોમેટિક  પ્રક્રિયા અપનાવે. નહીં તો તેમની ધીરજ ખતમ થવાના આરે છે. 

ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અમેરિકાને તેમની ઢબ બદલવી જોઈએ, જેથી અમે ગત વર્ષે જૂનમાં થયેલી પહેલી મુલાકાતના કરારને જાળવી રાખીએ. અમેરિકાએ ગત વર્ષે અમારા સંબંધોમાં આવેલા પરિવર્તનને જોવા જોઈએ અને ઝડપથી પોતાની નીતિઓ પર નિર્ણય કરવો જોઈએ, નહીં તો ઘણું મોડું થઈ જશે કારણ કે ધીરજની પણ એક હદ હોય છે. 

પ્રતિબંધ હટાવવાના બદલે નિઃશસ્ત્રીકરણ માટે તૈયાર થયું હતું ઉત્તર કોરિયાઃઅમેરિકન પ્રેસિડન્ટ  ડોનાલ્ડ ટ્રમ્પ અને તાનાશાહ કિમ જોંગ-ઉનની પહેલી મુલાકાત સિંગાપુરના સેન્ટોસા આઇલેન્ડમાં આવેલી કાપેલા હોટલમાં થઈ હતી. નેતાઓની મુલાકાત અંદાજે 90 મિનિટ સુધી ચાલી હતી. જેમાં 38  મિનીટની સામાન્ય વાતચીત પણ સામેલ હતી. જેમાંથી ટ્રમ્પે કિમને પૂર્ણ પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે મનાવી લીધા હતા. આ માટે બન્ને નેતાઓએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદથી જ ઉત્તર કોરિયાએ કોઈ પરમાણુ પરીક્ષણ કર્યું ન હતુ, જ્યારે આ પહેલા કિમ હાઈડ્રોજન બોમ્બ સહિત 6 પરમાણું પરીક્ષણ કરી ચુક્યા હતા. 

ફરી તણાવપૂર્ણ થઈ શકે છે અમેરિકા-ઉત્તરકોરિયાના સંબંધોઃ તાજેતરમાં જ કિમે અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયોને પરમાણુ મુદ્દે ચર્ચામાંથી હટાવવાની માગ કરી હતી.પોમ્પિયો ઉપર  આરોપ હતો કે તેઓ આખી પ્રક્રિયાને પાટા પરથી ઉતારી દે છે. કિમે ચેતવણી આપી છે કે જો અમેરિકા આ પ્રકારે ઉત્તર કોરિયા પર અવિશ્વાસ કરતો રહેશે તો બન્ને વચ્ચેના સંબંધો જુની સ્થિતીમાં આવી શકે છે. બીજી મુલાકાત પરમાણુ મુદ્દા પર કોઈ કરાર થતા પહેલા જ ખતમ થઈ ગઈ હતી. વિયેતનામની રાજધાની હનોઇમાં કિમે પ્રતિબંધોમાં તરત જ છૂટ આપવાની માગ કરી હતી. જેના બદલે ઉત્તર કોરિયા શું કરશે, આ અંગે બન્ને પક્ષોમાં સહમતિ બની ન હતી. 

વાતચીત અસફળ રહ્યાં બાદ બન્ને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છેઃ ગત મહિને ઉત્તર કોરિયાએ લાંબા અંતરની મિસાઈલોનું પરીક્ષણ કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે આ ટેસ્ટ સરમુખત્યાર કિમ જોંગ-ઉનની હાજરીમાં થયા હતા. ત્યારબાદ અમેરિકાએ પ્રતિબંધોના ઉલ્લંઘનનો આરોપ લગાવતા કહ્યું કે ઉત્તર કોરિયાઈ કાર્ગો શિપને ઝડપી લેવાયુ હતું. જહાજની ઓળખાણ 17 હજાર ટન વજનના વાઈઝ ઓનેસ્ટ તરીકે થઈ હતી. અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે જહાજ ઉત્તર કોરિયાથી ગેરકાયદે રીતે કોલસા અન્ય દેશોમાં પહોંચાડતું હતું અને ત્યાંથી પોતાના દેશ માટે ભારે મશીનો લાવતું હતું. 

અન્ય સમાચારો પણ છે...