પુરસ્કાર / કેનેડિયન-અમેરિકન પીબલ્સ, સ્વિઝરલેન્ડના મેયર અને ક્વેલોજને ભૌતિકનો નોબેલ મળ્યો

The Canadian-American Pebbles, the Mayor of Switzerland, and Qualodge receive the Physical Nobel

  • જેમ્સ પીબલ્સને બહ્માંડ વિજ્ઞાનમાં સૌદ્ધાંતિક શોધો માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો
  • મિશેલ મેયર અને દિદિઅર ક્વેલોજને સંયુક્ત રૂપથી સૌર મંડળની બહાર એક ગ્રહની શોધ માટે આ એવોર્ડ મળશે
  • સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં 2019 માટે નોબેલ પુરસ્કારની જાહેરાત સોમવારથી શરૂ થઈ

Divyabhaskar.com

Oct 08, 2019, 05:19 PM IST

સ્ટોકહોમઃ 2019 માટે ભૌતિકનો નોબેલ પુરસ્કાર સ્વિઝરલેન્ડના મિશેલ મેયર, દિદિઅર ક્વોલોજ અને કેનેડિયન અમેરિકન ભૌતિકવિદ જેમ્સ પીબલ્સને આપવામાં આવ્યો છે. જેમ્સ પીબલ્સને બહ્માંડ વિજ્ઞાનમાં સિદ્ધાંતિક શોધ માટે અને મિશલ મેયર, દિદિઅર ક્વોલોજને સંયુકત રૂપથી સૌર મંડલની બહાર એક ગ્રહ(એક્ઝોપ્લેનટ)ની શોધ માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ગ્રહ સૂર્ય જેવા કોઈ પણ તારાના ચક્કર લગાવી રહ્યો છે.

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં 2019 માટે નોબલ પુરસ્કારની જાહેરાત સોમવારથી શરૂ થઈ છે. ગુરુવારે રસાયણ શાસ્ત્રનું નોબલ આપવામાં આવશે. 14 ઓક્ટોબર સુધીમાં કુલ છ ક્ષેત્રોમાં નોબલ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત થશે. સોમવારે મેડિકલના નોબાલ પુરસ્કાર અમેરિકાના વિલિયમ જી.કેલિન જૂનિયર અને ગ્રેગ એલ સેમેન્જા, બ્રિટનના સર પીટર જે.રેટક્લિફને આપવામાં આવ્યો. અહીં સ્વીડિશ એકેડેમી 2018 અને 2019 બંને વર્ષો માટે સાહિત્ય નોબલ પુરસ્કારોની જાહેરાત કરશે. ગત વર્ષે વધેલા યૌન ઉત્પીડનના મામલાઓના કારણે 2018ના સાહિત્ય નોબેલની જાહેરાત એકેડેમીએ મૂલત્વી રાખી હતી.

શાંતિ માટે ગ્રેટ થન્બર્ગ પ્રબળ દાવેદાર

આ વર્ષે શાંતિ પુરસ્કાર માટે નોર્વેજિયન નોબેલ સમિતિને 301 નોમિનેશન મળ્યા હતા, જે 1901માં પ્રથમ પુરસ્કાર આપવામાં આવ્યા બાદ સૌથી મોટી સંખ્યા છે. આ વખતે 16 વર્ષીય સ્વીડિશ ક્લામેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થન્બર્ગને આ પુરસ્કાર માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. તેમણે ક્લામેટને બચાવવા માટે એક વૈશ્વિક આંદોલનને પ્રેરિત કર્યું હતું. જો તેમને નોબાલ આપવામાં આવે છે તો તે નોબલ પુરસ્કાર મેળવનાર સૌથી ઓછી ઉંમરના વિજેતા હશે. અગાઉ, તાજેતરમાં જ તેમને વૈકલ્પિક નોબલ પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવ્યો હતો.

નોબલ પુરસ્કારમાં શું મળે છે ?

નોબલ પુરસ્કારમાં દરેક વિજેતાઓને લગભગ સાડા ચાર કરોડ રૂપિયાની રકમ આપવામાં આવે છે. તેની સાથે જ 23 કેરેટ સોનાથી બનેલું 200 ગ્રામનું પદક અને પ્રશંસા પત્ર પણ આપવામાં આવે છે. પદકની એક તરફ નોબેલ પુરસ્કારના જનક અલ્ફ્રેડ નોબલનો ફોટો, તેમના જન્મ તથા મૃત્યુની તારીખ લખેલી હોય છે. પદકની બીજી તરફ યૂનાની દેવી આઈસિસનું ચિત્ર, રોયલ એકેડેમી ઓફ સાયન્સ સ્ટોકહોમ તથા પુરસ્કાર મેળવનાર વ્યક્તિની માહિતી હોય છે.

X
The Canadian-American Pebbles, the Mayor of Switzerland, and Qualodge receive the Physical Nobel
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી