લંડન / નીરવ મોદીએ કોર્ટને કહ્યું- મને ભારત મોકલવાનો આદેશ કરશો તો હું આત્મહત્યા કરી લઈશ

નીરવ મોદી
નીરવ મોદી
X
નીરવ મોદીનીરવ મોદી

  • ભારતીય પક્ષના વકીલે કહ્યું- નીરવ મોદીનું નિવેદન તેની ભાગી છૂટકવાની દાનત દર્શાવે છે.
  • નીરવની જામીન અરજી 5 વખત નકારવામાં આવી છે, તેને જેલમાં ત્રણ વખત હુમલો થયો હોવાની વાત કહી.
  • નીરવ 19મી માર્ચથી લંડનની વોન્ડ્સવર્થ જેલમાં છે, ભારતની અપીલને આધારે તેની ધરપકડ થઈ હતી.

Divyabhaskar.com

Nov 07, 2019, 12:34 PM IST

લંડન: PNB કૌભાંડના આરોપી નીરવ મોદી (48 વર્ષ)એ વેસ્ટમિનસ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટને બુધવારે કહ્યું હતું કે ભારતને પ્રત્યાર્પણ કરવા આદેશ આપવામાં આવશે તો તે આત્મહત્યા કરી લેશે. મીડિયા અહેવાલો પ્રમાણે નીરવે જેલમાં ત્રણ વખત હુમલો થયો હોવાની વાત પણ કહી છે. ભારત સરકારનો પક્ષ રજૂ કરી રહેલા ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસિસ (CPS)ના વકીલ જેમ્સ લેવિસે કહ્યું હતું કે નીરવના નિવેદનથી તેની ભાગી જવાની ઈચ્છા પ્રગટ થાય છે.

ન્યાયમૂર્તિએ નીરવની મેડિકલ રિપોર્ટ લીક થવાની ઘટનાને દુર્ભાગ્ય ગણાવી

નીરવની જામીન અરજી બુધવારે પાંચમી વખત નકારી દેવામાં આવી હતી. ન્યાયમૂર્તિ એમ્મા અબર્થનોટે કહ્યું હતું કે ભૂતકાળની વાતો ભવિષ્યમાં પણ સંભવિત ઘટનાઓના સંકેત પાઠવે છે. એવું માની શકાય નહીં કે તે સાક્ષીઓને પ્રભાવિત નહીં કરે અને આગામી વર્ષ મે મહિનામાં થનારા ટ્રાયલના સમયે હાજર થઈ જશે. તેનું ડિપ્રેશનમાં હોવું જામીન અરજી નકારવાના અગાઉના આદેશોને કોઈ જ અસર કરી શકે નહીં.

ન્યાયમૂર્તિએ નીરવની જામીન અરજીમાં તેની માનસિક સ્થિતિની વિગતો  ભારતીય મીડિયામાં લીક થવાની બાબતને ગંભીર તથા ખરાબ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ગોપનીય તબીબી અહેવાલ લીક થવું તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેનાથી ભારત સરકાર પ્રત્યે અદાલતનો વિશ્વાસ ઓછો થશે.

નીરવના વકીલોએ ભારતીય તપાસ એજન્સીઓ પર જાણકારી લીક કરવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે ભારતીય પક્ષના વકીલ જેમ્સ લેવિસે કહ્યું હતું કે તબીબી અહેવાલની માહિતી લીક થવી તે ખેદજનક છે, પરંતુ તે ભારતીય પક્ષ તરફથી નથી થયું. લેવિસે નીરવની જામીન અરજીને પડકારતા એવી દલીલ રજૂ કરી હતી કે અગાઉ અરજી સમયે જે સ્થિતિ હતી, તેમાં હવે કોઈ ફેરફાર થયો નથી. જામીન મળવા અંગે નીરવનું યુકેમાંથી ભાગી જવાની શક્યતા રહેલી છે.

નીરવે વેસ્ટમિનસ્ટર કોર્ટમાં 30મી ઓક્ટોબરના રોજ ચોથી વખત જામીન માટે અરજી દાખલ કરી હતી. તેને બેચેની અને નિરાશા એટલે કે ડિપ્રેશનની સ્થિતિમાં હોવાની વાત કરી હતી. નીરવની જામીન અરજી યુકે હાઈકોર્ટમાંથી પણ નકારી દેવામાં આવી હતી. તે 7 મહિનાથી વાઈડ્સવર્થ જેલમાં છે. ભારતની અપીલને આધારે પ્રત્યાર્પણ વોરન્ટ જારી થયા બાદ લંડન પોલીસે 19મી માર્ચના રોજ તેની ધરપકડ કરી હતી. હવે પછી તેને 4 ડિસેમ્બરના રોજ વીડિયોલિંક મારફતે હાજર કરવામાં આવશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી