હિંન્દૂ મેડિકલ સ્ટુડન્ટનું શંકાસ્પદ હાલતમાં મોત, ભાઈએ કહ્યું આ આત્મહત્યા નહિ પરંતુ હત્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મૃતકનું નામ નમ્રતા ચાંદની જણાવવામાં આવ્યું છે, તે ડેન્ટલ સર્જરીના છેલ્લા સેમેસ્ટરમાં હતી
  • નમૃતાનું શબ તેના હોસ્ટેસના રૂમમાંથી મળ્યું, ગળામાં દોરી બાંધેલી હતી

કરાચીઃ પાકિસ્તાનમાં એક હિંન્દૂ મેડિકલ વિદ્યાર્થીનીનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. તેનું નામ નમ્રતા ચાંદની છે. નમ્રતા લરકાના બીબી અસિફા ડેન્ટલ કોલજમાં બીડીએસના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. ચાંદનીનું શબ તેના હોસ્ટેલના રૂમના પલંગ પરથી મળ્યું હતું. શબના ગળામાં દોરી બાંધેલી હતી. પોલિસ મામલાની તપાસ કરી રહી છે. જોકે અત્યાર સુધીમાં એ નક્કી થઈ શક્યું નથી કે નમ્રતાએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે. પાકિસ્તાનમાં માઈનોરીટી પર થઈ રહેલા હુમલાની વચ્ચે મેડિકલની સ્ટુડન્ટના મોતે નવા સવાલ કર્યા છે. નમ્રતાના ભાઈ ડોક્ટર વિશાલનું કહેવું છે કે આ આત્મહત્યા નથી, કત્લ છે. અમે લોકોને મદદ કરવાની અપીલ કરી રહ્યાં છીએ.

પરિવાર જોઈ રહ્યો છે રાહ
નમ્રતા મૂળ મીરપુર જિલ્લાની ઘોટકીની રહેનારી હતી. તેનો પરિવાર હાલ કરાચીમાં રહે છે. પરિવારજનોને ઘટનાની જાણકારી આપવામાં આવી  છે. શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે અને હોસ્ટેલના રૂમને પણ સીલ કરી દેવામાં આવ્યો છે. નમ્રતાના મિત્રોના જણાવ્યા પ્રમાણે  તે આનંદિત છોકરી હતી અને ઘટના પહેલા તે કોઈ પણ પ્રકારના તણાવામાં જોવા મળી ન હતી. સોમવારે મોતના થોડા કલાકો પહેલા તે કોલજની કેન્ટીનમાં દોસ્તો સાથે વાતો કરતી જોવા મળી હતી.

ગળામાં દોરડું બાંધીને ફાંસો ખાધો નથી
નમ્રતાના મોતથી સવાલ ઉપસ્થિત થઈ રહ્યાં છે. તેનું શબ હોસ્ટેલના રૂમમાં પલંગ પર મળ્યું હતું. ગાળામાં દોરી બાંધેલી હતી. હેરાન કરનારી વાત એ છે કે રૂમનો  દરવાજો અંદરથી બંધ હતો, પરંતુ બારી ખુલ્લી હતી. હત્યાની શંકા એટલા માટે છે કે પંખો કે કોઈ અન્ય ચીજ પર દોરી બાંધવાનું કોઈ સબુત મળ્યું નથી. દોરી પણ ઘણી નાની છે. સોમવારે જયારે તેણે ઘણાં સમય સુધી દરવાજો ન ખોલ્યો તો મિત્રોએ દરવાજો તોડ્યો હતો. અને નમ્રતાનું શબ પલંગ પરથી મળ્યું હતું. તેનો ચહેરો નીચેતરફ હતો. ઘટનાની તપાસ એસએસપી મસૂદ અહમદને સોંપવામાં આવી છે. વાઈસ ચાન્સેલર અનિલા રહેમાને કહ્યું- પ્રથમ નજરમાં આ આત્મહત્યાનો કેસ લાગી રહ્યો છે. પરંતુ યોગ્ય માહિતી તપાસ બાદ જ પ્રકાશમાં આવી શકશે. 1 જાન્યુઆરી 2017એ આ જ હોસ્ટેલમાં નાયલા રિંદ નામની છોકરીનું પણ શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...